WHOનું રાંડ્યા પછીનું ડહાપણ, મંકિપોક્સનું નામ બદલી એમપોક્સ કર્યું, પહેલા જરુર હતી, જાણો કેમ

વિશ્વના અનેક દેશોમાં તબાહી મચાવનાર ભયાનક રોગ મંકીપોક્સનું નામ મંકીપોક્સ રાખવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ સોમવારે જાહેરાત કરી હતી કે મંકીપોક્સને 'એમપોક્સ' નામ આપવામાં આવ્યું છે.
એક વર્ષ સુધી એમપોક્સ નામનો ઉપયોગ, પછી કાઢી નખાશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે આ બંને નામોનો ઉપયોગ લગભગ એક વર્ષ સુધી કરવામાં આવશે અને ત્યારબાદ
જાતિવાદી અને વાંધાજનક ભાષાનો ઉપયોગ થતા નામ બદલાયું
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં જ્યારે મંકીપોક્સનો પ્રકોપ વધ્યો ત્યારે જાતિવાદી અને વાંધાજનક ભાષાનો ઉપયોગ થતો જોવા મળ્યો હતો. ડબ્લ્યુએચઓને તેની જાણકારી આપવામાં આવી હતી. આ અંગે ચિંતા વ્યક્ત કરતા ઘણા દેશોએ આ રોગનું નામ બદલવા માટે ડબ્લ્યુએચઓને કહ્યું હતું. તેમની આવી માગને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંગઠને મંકિપોક્સનું નામ બદલાવી નાખ્યું હતું.
ઘણા દેશોમાં હાહાકાર મચાવી ચૂક્યો છે મંકિપોક્સ
ઉલ્લેખનીય છે કે મંકિપોક્સ ઘણા દેશોમાં હાહાકાર મચાવી ચૂક્યો છે. ઓછામાં ઓછા 96 જેટલા દેશો મંકિપોક્સનો કહેર વેઠી ચૂક્યા છે.