જથ્થાબંધ મોંઘવારી 25 મહિનાના તળિયે

જથ્થાબંધ મોંઘવારી 25 મહિનાના તળિયે

ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ફુગાવો એટલે કે મોંઘવારી દર ઘટીને 3.85% થઈ ગયો, જે 25 મહિના એટલે કે જાન્યુઆરી 2021થી અત્યાર સુધી સૌથી ઓછો છે. જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી 4.73% હતી. જોકે, રિટેલ મોંઘવારી પર તેની કોઈ અસર નથી દેખાઈ રહી કારણ કે, ફેબ્રુઆરીમાં તે સામાન્ય ઘટીને 6.44% રહી હતી, જે જાન્યુઆરીમાં 6.52%ના દરે હતી.

હકીકતમાં કારખાનામાં બનતી ચીજવસ્તુઓ જેવી કે સાબુ, કપડાં, જૂતાં, કોસ્મેટિક્સ, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રોનિક્સ વગેરેમાં મોંઘવારી ઘટી છે. બીજી તરફ, હોટલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ, મનોરંજન, કોમ્યુનિકેશન અને ફાઈનાન્સ જેવી સેવા જથ્થાબંધ મોંઘવારીમાં સામેલ નથી કરાતી, જેથી તેના ભાવમાં 7.35% જેટલો વધારો થયો છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow