કોણ પડે જફામાં ! ભારતની 81 ટકા મહિલાઓને નથી લેવો 'પરણવાનો સ્વાદ', કારણ ચોંકાવનારુ

કોણ પડે જફામાં ! ભારતની 81 ટકા મહિલાઓને નથી લેવો 'પરણવાનો સ્વાદ', કારણ ચોંકાવનારુ

ભારતમાં લગ્ન અને રિલેશનશિપને લઈને કરવામાં આવેલ સર્વેનાં આંકડા સામે આવ્યાં છે. આ સર્વે લગ્ન અને રિલેશનશિપ સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોને લઈને કરવામાં આવ્યો હતો જે એક ડેટિંગ એપ બંબલ Bumble દ્વારા કરવામાં આવ્યો છે. બંબલનાં અધ્યયન મુજબ 5માંથી આશરે 2 (39%) ડેટિંગ કરતી ભારતીયોનું માનવું છે કે તેમના પરિવારજનો તેમને લગ્નની સીઝન દરમિયાન પાત્ર શોધવાનું કે લગ્ન કરવાનું કહેતા રહે છે.

39% લોકોએ કહ્યું કે તેઓ દબાણ અનુભવી રહ્યાં છે

સર્વે દરમિયાન પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારે લગ્ન કરવા ઈચ્છે છે? આ પ્રશ્ન પર 39% લોકોએ કહ્યું કે તેઓ દબાણ અનુભવી રહ્યાં છે. ભારતમાં થનારાં લગ્નની સીઝન દરમિયાન સર્વેક્ષણમાં શામેલ અવિવાહિત ભારતીયોમાંથી લગભગ 33% લોકોનું કહેવું છે કે એક પ્રતિબદ્ધ, લોન્ગટર્મ સંબંધમાં પ્રવેશ કરવા માટે તેઓ દબાણનો અનુભવ કરે છે. તેમનું કહેવું છે કે લાંબા સમય માટે ચાલનારાં લગ્નનાં સંબંધમાં જોડાવા માટે તેઓ મજબૂર થઈ રહ્યાં છે.

81% મહિલાઓ એકલા રહેવા ઈચ્છે છે
એક રિપોર્ટ અનુસાર ડેટિંગ એપ બંબલે જણાવ્યું કે ભારતમાં 81% મહિલાઓનું કહેવું છે કે તેઓ અવિવાહિત રહેવા અને એકલા રહેવામાં વધુ ખુશ અને આરામદાયક અનુભવ કરે છે. 81% મહિલાઓનું કહેવું છે કે સિંગલ રહેવામાં જ તેઓ સૂકુન અનુભવે છે. 63% લોકોનું કહેવું છે કે તેઓ પ્રાથમિકતાઓ, જરૂરિયાતો અને આવશ્યકતાઓની આગળ નમશે નહીં. એક સર્વે અનુસાર 83% મહિલાઓનું કહેવું છે કે તેઓ ત્યાં સુધી રાહ જોશે જ્યાં સુધી તેમને કોઈ યોગ્ય વ્યક્તિ નથી મળતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow