વાતો કરતાં છેતરીને એકાંત સ્થળે લઈ જઈને છોકરીને હૂલાવી દીધી છરી

વાતો કરતાં છેતરીને એકાંત સ્થળે લઈ જઈને છોકરીને હૂલાવી દીધી છરી

કંઝાવલા હોરર ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં દિલ્હીમાંથી વધુ એક હોરર ઘટના સામે આવી છે. આદર્શ નગર વિસ્તારમાં માથાફરેલ યુવાને દોસ્તી તોડી નાખતાં
યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, આ યુવકે યુવતિને લગભગ અડધો ડઝન જેટલા ચાકુના ઘા ઝીંકી દીધા છે. આ ઘટના સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. ઓન્લી પાર્ક વિસ્તારની રહેવાસી દશપ્રીત કૌર નામની છોકરી કોઈ કામ માટે બહાર જઇ રહી હતી. ત્યારે સુખવિંદર સિંહ નામનો યુવાન શેરીમાં તેની સામે આવ્યો હતો અને યુવતીને એકલી જોઈને ચાકૂ લઈને તેની પર તૂટી પડ્યો હતો. માથાફરેલ યુવાનના ચાકૂના હુમલાનો ભોગ બનેલી પીડિતાને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટના બાદ દિલ્હી પોલીસે 22 વર્ષીય આરોપી સુખવિંદર સિંહની ધરપકડ કરી છે. દશપ્રીત કૌર દિલ્હી યુનિવર્સિટીના એસઓએલમાંથી બી.એ.નો અભ્યાસ કરી રહી છે.

દોસ્તી તોડી નાખતા યુવક ગિન્નાયો
પીડિત યુવતીની સુખવિંદર સિંહ સાથે 5 વર્ષથી મિત્રતા હતી, પરંતુ યુવતીના પરિવારને શરુઆતથી જ સુખવિંદર ગમતો નહોતો અને તેથી યુવતીએ પણ પરિવારની જીદ માનીને સુખવિંદર સાથેનો સંબંધ કાપી નાખ્યો હતો.

વાતો કરતા કરતા છેતરીને એકાંત સ્થળે લઈ જઈને છોકરીને હૂલાવી દીધી છરી
સુખવિંદરને શરૂઆતથી પસંદ નહોતું. આ જ કારણ હતું કે યુવતીએ યુવકથી પોતાને દૂર કરવાનું શરૂ કર્યું હતું. ઘણા સમયથી પીડિતા આરોપી સાથે વાત પણ નહોતી કરી રહી. સોમવારે યુવતી કોઈ કામ માટે ઘરેથી નીકળી હતી. સાથે જ સુખવિંદરે તેને વાત કરવા માટે બોલાવી હતી. વાત કરતાં કરતાં આરોપી તેને નિર્જન શેરીમાં લઇ ગયો હતો. જ્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આરોપીએ યુવતીને છરી વડે અનેક વખત છરીના ઘા માર્યા હતા. ચાકૂ હુમલા બાદ યુવતી બેભાન થઈ ગઈ, ત્યારે આરોપી મરી ગઈ હોવાનું વિચારીને ત્યાંથી ભાગી ગયો હતો. અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બેભાન મહિલાને હોસ્પિટલ લઇ ગયા હતા. યુવતીની હાલત નાજુક હોવાથી તેને જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow