કઇ TEA આપની માટે સૌથી બેસ્ટ? જુઓ કઇ રીતે હાઇ બીપી-લૉ બીપી દર્દીને ચા થશે મદદરૂપ

કઇ TEA આપની માટે સૌથી બેસ્ટ? જુઓ કઇ રીતે હાઇ બીપી-લૉ બીપી દર્દીને ચા થશે મદદરૂપ

ભારતીયો માટે ચા ના માત્ર બે રૂપ

માત્ર આપણા દેશની વાત કરીએ તો ચા કેટલાય પ્રકારની હોય છે. પરંતુ દરરોજના જીવનમાં આપણે ભારતીયો માટે ચા ના માત્ર બે રૂપ હોય છે. એક દૂધ વાળી ચા અને બીજી દૂધ વગરની ચા. જે દૂધ વાળી ચા હોય છે, તેમાં આપણે લીલી ઈલાયચી, ખાંડ, આદુ, તુલસીના પાન, લવિંગ જેવી ખાદ્ય સામગ્રીઓ નાખીને ફ્લેવર બદલતા રહીએ છીએ. બાકી જે દૂધ વગરની ચા હોય છે, તેમાં બ્લેક ટીથી લઇને આખા જમાનાની હર્બલ ટીનો સમાવેશ થાય છે.

કઈ ચા પીવાથી બીપી જતુ રહે છે?

યોગ્ય ચા પીવાથી નિશ્ચિત રીતે બ્લડ પ્રેશરને મેન્ટેન રાખવામાં લાભ થાય છે. યોગ્ય ચા નો અર્થ છે કે ચા પસંદ કરતા પહેલા એ જોવુ જરૂરી છે કે તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે અથવા બીપી લો રહેવાની સમસ્યા છે. કારણકે બંને બ્લડ પ્રેશરમાં અલગ પ્રકારની ચા લાભ પહોંચાડે છે. જ્યારે ખોટા સમયે ખોટી ચા પીવાથી સ્થિતિ વધુ ગંભીર થઇ શકે છે. આવો જાણીએ ક્યારે કઈ ચા પીવી જોઈએ?

‌                                                            હાઈ બીપી રહેતુ હોય તો પીવો આ ચા

બ્લડ પ્રેશર જો હાઈ રહે છે તો તમારે દૂધ વગરની ચા પીવી જોઈએ. કારણકે દૂધ વાળી ચા, જે લગભગ દરેક ભારતીયના ઘરમાં હોય છે. જેને પીવાથી બીપી વધી શકે છે. હાઈ બીપીમાં તમે માત્ર હર્બલ-ટી પીવો. જેમકે ગુડહલના ફૂલમાંથી બનાવેલી ચા‌‌ગ્રીન ટી, જીરા-ટી‌‌જીરુ-ધાણા અને વરિયાળીમાંથી તૈયાર કરેલી ચા‌‌વરિયાળી અને લીલી ઈલાયચીમાંથી બનાવેલી ચા

કારણકે બ્લેક-ટી અને અન્ય હર્બ્સમાંથી તૈયાર હર્બલ-ટીમાં એન્ટિઑક્સિડેન્ટ્સ વધુ માત્રામાં હોય છે. આ હાઈ બીપી અને કોલેસ્ટ્રોલની માત્રાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેનાથી બ્લડ પ્રેશર આપોઆપ ઘટવા લાગે છે. પરંતુ જ્યારે તમે ચામાં દૂધ મિક્સ કરો છો તો આ એન્ટીઑક્સિડેન્ટ્સની એક્ટિવિટીમાં મુશ્કેલી આવે છે અને બ્લડ પ્રેશર હાઈ રહી શકે છે.

લો બીપીમાં કઈ ચા પીવી જોઈએ?

જો તમારું બ્લડ પ્રેશર લો રહે છે તો તમારે દૂધ વાળી ચાનુ સેવન કરવુ જોઈએ. શિયાળાની સિઝનમાં ખાસ કરીને તુલસીના પાન અને આદુ નાખો. જ્યારે ગરમીમાં લીલી ઈલાયચી અને લવિંગ નાખો. જો આ વસ્તુઓ તમારી પાસે ઉપલબ્ધ ના હોય તો તમે સાદા દૂધની ચા બનાવીને પણ પી શકો છો.

દૂધમાંથી તૈયાર કરેલી ચા પીવાથી કોલેસ્ટ્રોલ અને સૈચુરેટેડ ફેટમાં વધારો થઇ શકે છે, જેનાથી ધમનીઓમાં સંકોચન થાય છે અને બ્લડ ફ્લોને વધારવામાં મદદ મળે છે. બોલવાની ભાષામાં તમે તેને આ રીતે સમજી શકો છો કે જ્યારે લૂઝ પડેલી નસોમાં સજ્જડતા આવી જાય તો બ્લડ આપોઆપ ઝડપથી વહેવા લાગશે. જેનાથી બીપી ઓછુ થવાની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow