ડાયાબિટિસ માટે કયાં ફળ સૌથી બેસ્ટ અને કયા ન ખવાય?, ટિપ્સ વાંચી લો હેલ્થને અનેક ઘણો થશે ફાયદો

ડાયાબિટિસ માટે કયાં ફળ સૌથી બેસ્ટ અને કયા ન ખવાય?, ટિપ્સ વાંચી લો હેલ્થને અનેક ઘણો થશે ફાયદો

લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવશો તો શુગરને કંટ્રોલ કરી શકો છો

તમે તમારી લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવશો તો આપોઆપ શુગરને કંટ્રોલ કરી શકો છો અને સાથે તમારી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. ડાયાબિટિસના દર્દીઓ માટે કેટલાંક ફળો એવા હોય છે જે એમની હેલ્થને ફાયદો પહોંચાડે છે, તો કેટલાક ફળો શુગર લેવલ વધારે છે જેના કારણે હેલ્થને નુકસાન પહોંચે છે. ઘણાં ફળોમાં ફ્રૂકટોઝ નામની એક પ્રકારની ખાંડ હોય છે, જે ફળોમાં કુદરતી રીતે હાજર હોય છે.

ડાયાબિટિસ છે તો તમારે દરરોજ 150 થી 200 ગ્રામ ફળ ખાવાં જોઇએ

વાસ્તવમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ડાયાબિટિસના દર્દીઓ નિયમિત પણે ફળોનું સેવન કરે છે તો આ જોખમને ઘટાડી શકાય છે. આ સાથે જ અમુક ફળો એવાં હોય છે જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વઘારે હોય છે જે બ્લડ શુગરમાં વધારો કરવાનું કામ કરે છે. આમ, આ ટાઇપનાં ફળોનું સેવન ના કરવું જોઇએ.  

જો તમારું બ્લડ શુગર વારંવાર વધી જાય છે તો તમારે ચેતવું જોઇએ. જો તમને ડાયાબિટિસ છે તો તમારે રોજ ૧૫૦ થી ૨૦૦ ગ્રામ ફળ ખાવાં જોઇએ, પરંતુ જો તમારું શુગર લેવલ વધારે હોય તો આ માત્રા ઘટીને ૧૦૦ થી ૧૫૦ ગ્રામ થઇ જાય છે. આ સાથે જ ઉચ્ચ ગ્લાયકેમિક ફળોની માત્રા લગભગ ૧૦૦ ગ્રામ હોઇ શકે છે. લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ સાથે ફળોને એડ કરવા જોઇએ નહીં. કારણકે આપણો ખોરાક કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે. ફળોમાં પણ કાર્બોહાઇડ્રેટ્સનો સ્ત્રોત સારો હોય છે.

ડાયાબિટિસના લોકો માટે શ્રેષ્ઠ ફળો

ડાયાબિટિસના લોકો માટે સફરજન, જામફળ, નારંગી, પપૈયું અને તરબૂચ સૌથી બેસ્ટ છે. આ ફળોમાં ચરબી, કેલરી અને સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે. આ ફળોમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ડાયાબિટિસના લોકો માટે ખરાબ ફળો

ડાયાબિટિસના દર્દીઓ માટે ઓછા સારા ગણાતાં ફળોમાં ચીકુ, દ્રાક્ષ, કેળાં, કેરી, જેક ફ્રૂટ્સનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ ફળો ખાવાથી લોહીમાં શર્કરાનું સ્તર વધવાના ચાન્સિસ હોય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow