આખરે ક્યારે રીલીઝ થશે 'પઠાણ'નુ ટ્રેલર? શાહરૂખ ખાને Tweetમાં કર્યો મોટો ખુલાસો

આખરે ક્યારે રીલીઝ થશે 'પઠાણ'નુ ટ્રેલર? શાહરૂખ ખાને Tweetમાં કર્યો મોટો ખુલાસો

શાહરૂખ ખાને પઠાણના ટ્રેલર અંગે સસ્પેન્સ જાળવી રાખ્યું

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન હાલમાં અપકમિંગ ફિલ્મ પઠાણને લઇને ખૂબ ચર્ચામાં છે. આ દરમ્યાન કિંગ ખાને પોતાની વિવાદીત ફિલ્મના પ્રમોશન માટે નવી રીત શોધી કાઢી છે. શાહરૂખ ખાને સો.મીડિયા દ્વારા પ્રશંસકોને સીધા તેમના સવાલના જવાબ આપ્યાં છે. રવિવારે ટ્વિટર પર અભિનેતાએ આસ્ક મી એનિથિંગ સેશન હોસ્ટ કર્યુ. જેમાં પઠાણના ટ્રેલર રીલીઝ કરવાની પણ માહિતી આપી.

ક્યારે રીલીઝ થશે પઠાણનુ ટ્રેલર

ટ્વિટર પર શાહરૂખના પ્રશંસકો તેમને સુંદર પ્રશ્ન પૂછી રહ્યાં હતા. જેના બદલામાં અભિનેતાએ ખૂબ રમૂજી રિપ્લાય આપીને પ્રશંસકોનુ દિલ ખુશ કર્યુ. એક યુઝરે શાહરૂખને પૂછ્યુ, તમે ચૉપર ઉડાવવાનુ ક્યારે શીખ્યુ છે? જેના જવાબમાં તેમણે કહ્યું, સાઈકલ ચલાવવાની સાથે-સાથે. તો અન્ય એક પ્રશંસકે પૂછ્યુ કે તમે પઠાણનુ ટ્રેલર રીલીઝ કેમ કરી રહ્યાં નથી? જેના જવાબમાં શાહરૂખ ખાને લખ્યું, 'હા હા મેરી મર્જી.'

શાહરૂખ ખાને કેવીરીતે બનાવી સૉલિડ બૉડી?

આસ્ક મી એનિથિંગ સેશન દરમ્યાન એક ચાહકે ફિલ્મ પઠાણની તેમની એક તસ્વીર શેર કરતા પૂછ્યુ, તમને કેટલો સમય થયો આવી બૉડી બનાવવામાં? જેના જવાબમાં તેમણે કહ્યું, ભાઈ 57 વર્ષ. 57 વર્ષની ઉંમરમાં શાહરૂખ ખાને પઠાણ માટે સારું ટ્રાન્સફોર્મેશન કર્યુ છે. એબ્સથી લઇને ફુલ ફિજિકમાં કિંગ ખાન વધુ હોટ લાગી રહ્યાં છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow