ગુજરાતમાં 'રખડતાં આતંક'થી મુક્તિ ક્યારે? 24 જ કલાકમાં સુરત અને પાટણથી આવ્યા ચોંકાવનારા સમાચાર

ગુજરાતમાં 'રખડતાં આતંક'થી મુક્તિ ક્યારે? 24 જ કલાકમાં સુરત અને પાટણથી આવ્યા ચોંકાવનારા સમાચાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રખડતા પશુને કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલે પાટણમાં રખડતા પશુની અડફેટે 2 મહિલાઓના મોત થયા હતા. તો આજે સુરતના ઓલપાડ રોડ પર બાઇક સાથે ગાય અથડાતા બાઇક પર સવાર 2 લોકો નીચે પટકાયા હતા. જેમાં પાછળ બેસેલા વ્યક્તિને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ મોત નિપજ્યું હતું.

સુરતમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત

સુરતમાં રખડતાં પશુઓનો ત્રાસ યથાવત છે. આજે રખડતા પશુના કારણે અકસ્માતમાં એકનુ મોત થયું છે. વિગતો મુજબ કિમ-ઓલપાડ રોડ પર રખડતા પશુના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સાથે ગાય અથડાતા બાઇક પર સવાર નીચે પટકાયો હતો. આ ઘટનામાં બાઇક પર પાછળ બેસેલ યુવક નીચે પટકાતા યુવકને માથાના ભાગે ગંભીર થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે.

પાટણમાં ગઇકાલે રખડતાં પશુના કારણે 2 મહિલાના મોત

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામે ગઇકાલે એક કરૂણ ઘટના સર્જાવા પામી હતી. ચાર જેટલી મહિલાઓ રખડતા આખલાનો શિકાર બનવા પામી હતી. વિગતો મુજબ મહિલાઓ ખેતરકામે નીકળી હતી ત્યારે રખડતા આખલાએ એક બાદ એક મહિલાઓને પોતાનાં હુમલાનો શિકાર બનાવી હતી. જેમાં બે મહિલાઓના કરુણ મોત નીપજવા પામ્યા હતા તો બે મહિલાને ગંભીર હાલતમાં પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

સળગતા સવાલ

  • હજુ કેટલાક લોકો રખડતા ઢોરને કારણે જીવ ગુમાવશે?
  • રખડતા ઢોર પર ક્યારે મેળવાશે કંટ્રોલ?
  • મોટા દાવા કરી રહેલા તંત્રના અધિકારીઓ ક્યાં?
  • સુરતવાસીઓના જીવ ક્યાં સુધી જોખમમાં મુકાતા રહેશે?
  • ઢોર પકડવા ઢોર પાર્ટીઓ કેમ બની રહી છે નિષ્ક્રિય?
  • રખડતા ઢોરને કારણે લોકોની મોતના જવાબદાર કોણ?

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow