નવા વર્ષમાં ક્યારે મનાવવામાં આવશે મકર સંક્રાંતિ, 14 કે 15 જાન્યુઆરીએ?

નવા વર્ષમાં ક્યારે મનાવવામાં આવશે મકર સંક્રાંતિ, 14 કે 15 જાન્યુઆરીએ?

મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર

પંચાગ મુજબ મકર સંક્રાંતિનુ પર્વ પોષ મહિનાના શુક્લ પક્ષના 12મા દિવસે મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. જેને દેશભરમાં અલગ-અલગ નામોની સાથે મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિને લોહડા, ઉત્તરાયણ, ખિચડી, ટહરી, પોંગલ વગેરે જેવા નામોથી પણ જાણવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાન પૂજા-પાઠ અને તલ ખાવાની પરંપરા છે. મકર સંક્રાંતિના દિવસે ગ્રહોના રાજા સૂર્ય ધન રાશિમાંથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે.

મકર સંક્રાંતિની સાચી તિથિ ક્યારે છે?

આમ તો મકર સંક્રાંતિનુ પર્વ દરેક વર્ષે 14 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. પરંતુ 2023માં મકર સંક્રાંતિની તારીખને લઇને લોકો વચ્ચે અસમંજસની સ્થિતિ છે. કેટલાંક વિદ્વાનોનો મત છે કે 2023માં મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી હશે તો કેટલાંક લોકોનુ કહેવુ છે કે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. જાણો વર્ષ 2023માં કયારે છે મકર સંક્રાંતિની સાચી તિથિ.

મકર સંક્રાંતિ તિથિ અને શુભ મુહૂર્ત

પંચાગ મુજબ, વર્ષ 2023માં મકર સંક્રાંતિની ઉદય તિથિ મુજબ રવિવારે 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. કારણકે સૂર્ય શનિવારે 14 જાન્યુઆરીએ રાત્રે 8.21 વાગ્યે ધન રાશિમાંથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર સંક્રાંતિનો પુણ્ય કાળ મુહૂર્ત 7.15 થી 12.30 સુધી રહેશે અને મહાપુણ્યકાળ મુહૂર્ત 7.15 થી 9.15 સુધી રહેશે.

મકર સંક્રાંતિના દિવસે કરો આ કાર્ય

  1. મકર સંક્રાંતિના દિવસે પાણીમાં તલ અને ગંગાજળ મિલાવીને સ્નાન કરવુ જોઈએ. જેનાથી કુંડળીમાં ગ્રહ-દોષ દૂર થાય છે.
  2. મકર સંક્રાંતિના દિવસે કાળા તલ, ગોળ, લાલ-ચંદન, લાલ ફૂલ અને અક્ષત મિશ્રણવાળા જળથી સૂર્યને પાણી ચઢાવવુ જોઈએ.
  3. મકર સંક્રાંતિના દિવસે દાન-પુણ્ય કરવાનુ પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ગરીબોને દાન આપો.
  4. મકર સંક્રાંતિના દિવસે ગોળ અને તલ મિઠાઈ ખાવાની સાથે ખિચડી બનાવવાની અને ખાવાની પરંપરા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow