જ્યારે આપણે પોતાના કરતા બીજા વિશે વિચારીએ તો હંમેશાં સંતુષ્ટ રહીએ છીએ

જ્યારે આપણે પોતાના કરતા બીજા વિશે વિચારીએ તો હંમેશાં સંતુષ્ટ રહીએ છીએ

નવા વર્ષમાં ઈસા મસીહના જીવન સાથે જોડાયેલ 3 એવા પ્રસંગો જોઈએ જેમાં બતાવવામાં આવેલા સૂત્રો જીવનમાં ઊતારવાથી આપણી અનેક સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે...  

પ્રથમ પ્રસંગ

પ્રભુ ઈશુ પોતાના કેટલાક શિષ્યોની સાથે એક ગામથી બીજા ગામ યાત્રા કરી રહ્યાં હતાં. યાત્રામાં તેઓ અલગ-અલગ જગ્યાએ રોકાતાં અને લોકોને ઉપદેશ આપતાં હતાં. એક દિવસ યાત્રા દરમિયાન બધા શિષ્યો ખૂબ જ થાકી ગયાં હતાં, તેમણે ભૂખ પણ લાગી રહી હતી.

શિષ્યોએ પ્રભુ ઈશુને કહ્યું કે અમને ભૂખ લાગી રહી છે. આપણે રોકાઈને ભોજન કરી લેવું જોઈએ. શિષ્યોના કહેવાથી એક જગ્યાએ ઈસા મસીહ રોકાયાં અને ભોજન કરવાનું કહ્યું. શિષ્યોને જોયું કે ભોજન ખૂબ જ ઓછું છે. જ્યારે આ વાત તેમણે પ્રભુ ઈશુને જણાવી તો તેમણે કહ્યું કે જેટલું પણ હોય, તે બધા હળી-મળીને ખાઈ લો.  

ત્યારે શિષ્યોએ એક સાથે બેસીને ભોજન શરૂ કરવાના હતાં ત્યાં જ એક બીજો ભૂખ્યો વ્યક્તિ ત્યાં પહોંચી ગયો. તેને પ્રભુ ઈશુ પાસે ભોજન માંગ્યું. ઈશુએ તેને પણ શિષ્યોની સાથે બેસીને ભોજન કરવા માટે કહ્યું.

ઈશુના કહેવાથી શિષ્યોએ તે ભૂખ્યા વ્યક્તિને પણ ભોજન આપ્યું. બધાએ થોડી જ વારમાં ભોજન કરી લીધું. ઓછું ભોજન હોવા છતાં પણ બધા શિષ્યોની ભૂખ શાંત થઈ ગઈ અને બધાને પૂર્ણ ભોજન કર્યાની સંતુષ્ટિ મળી ગઈ. શિષ્યોને આશ્ચર્ય લાગી રહ્યું હતું કે ઓછા ભોજનમાં પણ બધાના પેટ કેવી રીતે ભરાઈ ગયાં.

જ્યારે આ વાત તેમણે પ્રભુ ઈશુને જણાવી તો તેમણે કહ્યું કે જે લોકો પોતાની પહેલાં બીજાના વિશે વિચારે છે, તેઓ અભાવોમાં પણ સંતુષ્ટ રહે છે. તમે બધાએ પોતાના કરતા બીજાની ભૂખ વિશે વિચાર્યું, તેને લીધે થોડું ભોજન પણ તમારી માટે પર્યાપ્ત થઈ ગયું. આ પ્રસંગની શીખ એ છે કે આપણે દરેક પરિસ્થિતિઓમાં હળી-મળીને જ રહેવું જોઈએ.

બીજો પ્રસંગ

એક દિવસ પ્રભુ ઈશુ ખરાબ લોકોની સાથે બેસીને ભોજન લઈ રહ્યાં હતાં. કેટલાક લોકોએ ઈશુના શીષ્યોને કહ્યું કે તમારા ગુરુ કેવા છે? ખરાબ લોકોની સાથે ભોજન કરી રહ્યાં છે.

શિષ્યોએ પ્રભુ ઈશુને પૂછ્યું કે તમે ખોટા લોકોની સાથે ભોજન શા માટે કરી રહ્યાં છો?

પ્રભુ ઈશુ બોલ્યા, એ વાત જણાવો કે સ્વસ્થ અને બીમાર વ્યક્તિઓમાંથી સૌથી વધુ કોને વૈદ્યની જરૂર હોય છે?

ત્યારે શિષ્યોને કહ્યું કે, બીમાર વ્યક્તિને વૈદ્યની સૌથી વધુ જરૂર હોય છે.

ઈશુ મસીહાએ કહ્યું, હું પણ એક વૈદ્ય જ છું. ખરાબ લોકો રોગી જેવા જ હોય છે. એ લોકોની બીમારી દૂર કરવા માટે જ હું તેમની સાથે બેસીને ભોજન લઈ રહ્યો ચું. તેમની સાથે રહું છું. જેનાથી એ લોકો પણ ખોટા કામ છોડીને સારા રસ્તે ચાલી શકે.  

ત્રીજો પ્રસંગ

એક ગોવાળ પોતાની સૌથી નાના ઘેંટાને ખભા પર ઊઠાવીને જઈ રહ્યો હતો. થોડી વાર પછી ગોવાળે ઘેટાને ખભા પરથી ઊતાર્યું, તેને નવડાવ્યું, તેના વાળ સૂકવ્યાં. લીલું ઘાસ ખવડાવ્યું. ઈસા મસીહને જોયું કે તે ગોવાળ ખૂબ જ ખુશ છે. તેઓ ગોવાળ પાસે ગયા અને પૂછ્યું કે તું આ ઘેંટાની દેખભાળ કરીને ખૂબ જ ખુશ છે, એવું શા માટે?

ગોવાળ બોલ્યો, આ ઘેટું વારંવાર રસ્તો ભટકી જાય છે. એટલા માટે હું હંમેશા તેને પોતાની પાસે રાખું છું. તેનું ખૂબ જ સા રીતે ધ્યાન રાખું છું, જેથી તે મારાથી દૂર ન જઈ શકે અને રસ્તો ન ભટકે.

આ વાત સાંભળીને ઈસા મસીહે પોતાના શિષ્યોને કહ્યું, તેની વાતમાં મહત્વપૂર્ણ સૂત્ર છુપાયું છે. એક વાત આપણે પણ હંમેશાં યાદ રાખવી જોઈએ કે ભટકેલાં લોકો પર વધુ ધ્યાન આપવું જોઈએ. જેવી રીતે ગોવાળે આ ઘેંટાની સાથે કર્યું, એવો જ વ્યવહાર આપણે ભટકેલા લોકો સાથે પણ કરવો જોઈએ. આ વાતને ધ્યાન રાખવાથી જ ખોટા રસ્તે ચાલતા લોકોને સુધારી શકાય છે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow