પતિએ દરવાજો ખોલ્યો તો પ્રેમી સાથે હતી પત્ની, પછી પતિએ પત્નીના હાથ બાંધી આપ્યું ધ્રુજાવી દેતું મોત

આધુનિક સમાજમાં પતિ-પત્નીએ ડિવોર્સ ના લીધા હોય છતાં પ્રેમી કે પ્રેમિકા સાથે લિવ ઇનમાં રહેતા હોય છે. હાલના સમયમાં ડિવોર્સ લેવા ઘણી જ સામાન્ય વાત છે. જોકે, ઘણીવાર લિવ ઇન રિલેશનશિપને કારણે ઘણું નુકસાન સહન કરવું પડતું હોય છે. આજે આપણે કંઈક આવી જ ઘટના અંગે વાત કરીશું. આ ઘટનામાં પત્ની પતિથી અલગ થઈને પ્રેમી સાથે રહેતી હતી. તો પ્રેમીનો પણ ડિવોર્સ કેસ ચાલતો હતો.

આગ્રામાં પતિએ પોતાની પત્નીને ચોથા માળેથી ફેંકી હતી. આ યુવતી પ્રેમી સાથે લિવ ઇનમાં રહેતી હતી. પતિ તથા તેની સાથે આવેલા યુવકોએ પ્રેમીને રૂમમાં બંધ કરીને માર માર્યો હતો અને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે માંડમાંડ તેમની ચુંગાલમાંથી છૂટ્યો હતો.

બંનેના ડિવોર્સ કેસ ચાલે છેઃ પોલીસે યુવતીના પતિ, બે નણંદોની ઘટનાસ્થળ પરથી ધરપકડ કરી હતી. આરોપી સાથે આવેલા બે યુવકો હાલમાં ફરાર છે. પોલીસ આ બંનેની તપાસ કરી રહી છે. મૃતક યુવતી બે મહિના પહેલાં જ પ્રેમી સાથે આ નવા અપાર્ટમેન્ટમાં રહેવા આવી હતી. આગ્રાના તાજગંજ વિસ્તારમાં ઓમશ્રી અપાર્ટમેન્ટના ચોથા માળના ફ્લેટ નંબર 406માં રિતિકા તથા વિપુલ અગ્રવાલ લિવ ઇનમાં રહેતા હતા. રિતિકા પતિ ગૌતમ તથા વિપુલનો પત્ની સાથે ડિવોર્સ કેસ ચાલે છે. શુક્રવાર, 24 જૂનના રોજ 12 વાગે તેમના ફ્લેટમાં બે મહિલા તથા ત્રણ યુવકો આવ્યા હતા.
તેમના આવ્યાની થોડીક ક્ષણો બાદ જ અપાર્ટમેન્ટમાંથી લોકોને કોઈ ભારે વસ્તુ નીચે પડી હોય તેવો અવાજ સંભળાયો હતો. જ્યારે તેમણે બહાર જઈને જોયું તો રિતિકાની લાશ પડી હતી. તેના બંને હાથ બાંધેલા હતાં. અપાર્ટમેન્ટના રહેવાસીઓએ તરત જ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ ડેપ્યુટી એસપી અર્ચના સિંહ ટીમ સાથે ઘટનાસ્થળે આવ્યા હતા. પલોસી રિતિકાના પતિ આકાશ ગૌતમ તથા તેની બંને બહેનો સુનીતા તથા સુશીલાને પકડી લીધા છે. આ સાથે જ પ્રેમી વિપુલની પણ અટકાયત કરવામાં આવી હતી. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળની તપાસ કરી હતી. લાશ પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવી છે.

બારીનો કાચ તોડીને જીવ બચાવ્યોઃ રિતિકાના પ્રેમી વિપુલે કહ્યું હતું કે પાંચ લોકો ઘરે આવ્યા હતા. બેલ માર્યો અને દરવાજો ખોલ્યો તો તે પાંચેય જબરદસ્તી ઘરમાં ઘુસી ગયા હતા. તે આ પાંચમાંથી રિતિકના પતિ આકાશને ઓળખે છે. તે ટૂંડલામાં રહે છે. તે લોકોએ આવતા વેંત તેને અને રિતિકાને માર માર્યો હતો. રિતિકાના હાથ દોરડાથી બાંધી દીધા હતા અને તેનું ગળું દબાવ્યું હતું. ત્યારબાદ ચોથા માળેથી ફેંકી દીધી હતી. તે લોકો તેની પણ હત્યા કરવા માતા હતા, પરંતુ તે બારીનો કાચ તોડીને માંડ માંડ બહાર આવ્યો અને તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. આસપાસના લોકો ભેગા થઈ જતાં તે માંડ માંડ બચ્યો હતો.

2014માં રિતિકાએ લવમેરેજ કર્યા હતાઃ પોલીસે કહ્યું હતું કે રિતિકા ગાઝિયાબાદના વિજયનગરમાં રહે છે. 2014માં તેણે આકાશ સાથે લવ મેરેજ કર્યા હતા. આકાશ ફિરોઝાબાદના ટૂંડલા ગામનો રહેવાસી છે. લગ્નના ત્રણ વર્ષ બાદ તેમની વચ્ચે મનભેદ થવા લાગ્યા હતા. આથી જ રિતિકા તથા આકાશ અલગ થઈ ગયા હતા. બંનેનો ડિવોર્સ કેસ કોર્ટમાં ચાલે છે.

પ્રેમી વિપુલ પણ ફિરોઝાબાદનો રહેવાસી છે. રિતિકા તથા વિપુલ છેલ્લાં દોઢ વર્ષથી લિવ ઇનમાં રહે છે. તેઓ ચાર-પાંચ મહિને ઘર બદલી નાખે છે. રિતિકાની હાલમાં જે અપાર્ટમેન્ટમાં હત્યા થઈ, ત્યાં તેઓ બે મહિના પહેલાં જ આવ્યા હતા. અપાર્ટમેન્ટ હજી બને છે. મોટાભાગના ફ્લેટ ખાલી છે. વિપુલ પણ પરિણીતી છે અને તેનો પણ ડિવોર્સ કેસ ચાલે છે.

ચહેરા પર કટનું નિશાનઃ રિતિકાના ચહેરા પર કટનું નિશાન પણ હતું. આ નિશાન જોઈને લાગે છે કે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી, ત્યારબાદ હત્યા થઈ હતી. જોકે, પોલીસ હજી આ કેસની તપાસ કરી રહી છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્થિતિ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થશે.