પિતાએ બકરા વેંચી નાખવાનું કહેતા યુવકે ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું

પિતાએ બકરા વેંચી નાખવાનું કહેતા યુવકે ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું

રાજકોટ નજીક ઠેબચડા ગામમાં રહેતાં કરણ ખેંગારભાઇ બાંભવા (ઉ.વ.25) ગઇકાલે બપોરે પોતાના ઘરે પશુ માટે નિરણ ભરવા માટેના રૂમમાં છતના હુકમાં દોરડા વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. સાંજ સુધી ઘરે ન આવેલા યુવકની શોધખોળ પરિવારે આદરી હતી. મોડીરાત્રે પશુ વેંચી નાખ્યા બાદ બંધ રહેલાં રૂમમાં જઈ તપાસ કરતાં કરણ લટકેલી હાલતમાં જોવા મળતાં પરિવારે આક્રંદ મચાવ્યો હતો.

બકરા ચારવાનું કામ કરતો હતો
બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ થતાં PSI રંગપરિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને 108 ને જાણ કરતા ઈએમટીએ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, યુવક પશુ અને બકરા ચારવાનું કામ કરતો અને તેના પ્રત્યે લગાવ ધરાવતો હતો. જેની સગાઈ કરવાની હોય જેથી તેના પિતાએ એકાદ વર્ષ માટે બકરા વેંચી નાખવાનું કહ્યું હતું અને બે દિવસ પેહલાં બકરા વેંચી નાંખ્યા હતાં. જેથી તે ઉદાસીન રહેતો હતો અને ગઈકાલે દૂધની ડેરીમાં કામે રહ્યો હતો અને ત્યાંથી બપોરે ઘરે આવ્યા બાદ અંતિમ પગલું ભરી લીધું હતું.

કોરાટ ચોક નજીક અજાણી કારે બાઈકને અડફેટે લેતા દંપતી ખંડિત
રાજકોટ જિલ્લાના ધોરાજીના જાંજમે૨ ગામે ૨હેતા ગિરીશભાઈ હી૨જીભાઈ અઘેરા (ઉ.વ.50) અને તેમના પત્ની મંજુબેન (ઉ.વ.48) અને તેમનો પુત્ર પ્રશાંત ત્રણેય અલગ-અલગ બે બાઈકમાં રાજકોટ ત૨ફ આવતા હતા ત્યારે નવા દોઢસો ફુટ રિંગ રોડ પાસે આવેલા કોરાટ ચોક નજીક દંપતિની બાઈકને અજાણી કા૨ના ચાલકે ઠોકર મારતા ગિરીશભાઈ અને તેમના પત્ની મંજુબેન ૨સ્તા પ૨ ફંગોળાયા હતા જેમા ઘટના સ્થળે જ મંજુબેનનું મોત નીપજયું હતું. તેમજ અકસ્માત સર્જી કા૨ચાલક ફરાર થઈ ગયો હતો. દંપતિની બાઈક પાછળ પોતાનું બાઈક લઈ આવી ૨હેલા પુત્ર પ્રશાંતએ તુ૨ંત 108 નો સંપર્ક કરી 108 માં મંજુબેનને હોસ્પિટલે ખસેડયા હતા. મવડીમાં આવેલા ઈસ્કોન હાઈટ્સમાં નવું ઘર લીધુ હોય જેથી આજે પુત્ર પ્રશાંતને કા૨ખાનામાં ૨જા હોય જેથી તેઓ માતા-પિતા સાથે અલગ બાઈકમાં પેમેન્ટ આપવા રાજકોટ આવી ૨હયા હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. હાલ અજાણ્યા કારચાલક સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધો
યાગરાજનગરમાં આવેલ જાનકી રેસીડેન્‍સીમાં રહેતા ધવલ ભીમજીભાઇ સીંધવ નામના યુવાને ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘરે આવતા ધવલને લટકતો જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ108માં જાણ કરતા 108ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજ્‍યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. અલ્‍પેશભાઇ કવાડીયા અને રાઇટર અનુજભાઇએ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ધવલ બે ભાઇ અને એક બહેનમાં બીજા નંબરનો હતો તે પ્રાઇવેટ નોકરી કરતો હતો. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ આદરી છે.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow