એક વિદ્યાર્થિની બીમાર થઇ તો ભૂવાને બોલાવી 140 છાત્રાઓની વિધિ કરાવી

એક વિદ્યાર્થિની બીમાર થઇ તો ભૂવાને બોલાવી 140 છાત્રાઓની વિધિ કરાવી

રાજ્યની શાળાઓમાં અંધશ્રધ્ધાના નિમૂર્લનના પાઠ ભણાવવાના હોય છે પરંતુ સુરતના બારડોલી તાલુકાના મઢી ગામની એક શાળામાં અંધશ્રદ્ધામાં બંધાઇ ભૂવા દ્વારા તમામ વિદ્યાર્થીનીઓ પર વિધિ કરાઇ હોવાની ઘટનાથી ચકચાર જાગી છે. આશ્રમશાળામાં ધો. 9 થી 12ની લગભગ 140 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે અને પ્રાંગણમાં આવેલી આશ્રમ શાળામાં રહે છે.

ગત દિવસોમાં એક વિદ્યાર્થીને અચાનક રાત્રે કંઈક તકલીફ થઇ હતી અને બૂમો પાડી ધમાલ કરવા લાગી હતી. તેની સાથે રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ આ દ્રશ્ય જોઇ ડરી ગઇ હતી. આશ્રમની ગૃહમાતાને મામલાની જાણ થતા આવ્યા હતા. તેઓ પીડિતાને સારવાર માટે દવાખાને લઇ જવાને બદલે નજીકના ગામમાંથી એક ભગતને બોલાવી રાત્રે બનેલી બીના સંભળાવી હતી.

વિદ્યાર્થિનીની પીછી નાખી વિધિ કરી દોરા બાંધ્યા
ભગતે કહ્યુ કે વિદ્યાર્થિનીને ભૂતનો પડછાયો છે. જેથી તેની પીંછી નાંખી વિધિ કરવી પડશે. ત્યારબાદ તે વિદ્યાર્થિનીની પીછી નાખી વિધિ કરી દોરા બાંધ્યા હતાં. તેની સાથે સાથે ત્યાં રહેતી તમામ વિદ્યાર્થિનીને પીછી નાંખી હતી, અને હાથે લાલ દોરા બંધાવ્યા હતાં.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow