WhatsApp લઈને આવ્યું શાનદાર અપડેટ, હવે એક સાથે મોકલી શકાશે 100 મીડિયા ફાઈલ્સ, જાણો નવા ત્રણ ફિચર્સ વિશે

WhatsApp લઈને આવ્યું શાનદાર અપડેટ, હવે એક સાથે મોકલી શકાશે 100 મીડિયા ફાઈલ્સ, જાણો નવા ત્રણ ફિચર્સ વિશે

WhatsApp ભારતમાં હજારો લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. તેની મદદથી તમે પોતાના મિત્રો અને સગા સંબંધિઓને કોલ, મેસેજ અહીં સુધી કે પૈસા પણ મોકલી શકો છો. પોતાના યુઝર્સના એક્સપીરિયન્સને યોગ્ય બનાવવા માટે કંપની સમય સમય પર ઘણા અપડેટ રજૂ કરે છે. એવામાં કંપનીએ ઘણા નવા ફિચર લોન્ચ કર્યા છે.

એન્ડ્રોયડ યુઝર્સને મળશે ફિચર
WhatsAppએ એન્ડ્રોયડ યુઝર્સ માટે એક નવુ અપડેટ રજુ કર્યું છે. કંપનીએ પોતાની એપમાં ત્રણ નવી સુવિધાઓ અને સુધારાઓની જાહેરાત કરી છે. આ ફેરફારમાં ડોક્યુમેન્ટ કેપ્શન, લાંબા ગ્રુપ સબજેક્ટ અને ડિસ્ક્રિપ્શન અને એક સાથે 100 મીડિયા ફાઈલોને શેર કરવું શામેલ કરવામાં આવ્યું છે.

આ સુવિધાઓ હવે તે બધા યુઝર્સને મળશે જે Google Play Storeથી પોતાના Android ડિવાઈસ પર WhatsApp માટે લેટેસ્ટ વર્ઝનને ડાઉનલોડ કરી શકાય છે.

iOS માટે રજૂ કર્યું બીટા વર્ઝન
હાલમાં જ જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપે અમુક iOS યુઝર્સ માટે એક બીટા વર્ઝન જાહેર કર્યો છે. જે અમુક ટેસ્ટર્સને એક વખતમાં 100 મીડિયા ફાઈલો સુધી શેર કરવા દે છે.

આમ તો iOS યુઝર્સ માટે આ ફિચર ક્યારે રોલ આઉટ થશે. તેના પર કોઈ જાણકારી નથી. જણાવી દઈએ કે આ પહેલા યુઝર્સ કોઈ પણ ચેટમાં એક સમયમાં 30 મીડિયા ફાઈલોને શેર કરી શકતા હતા.

એક સાથે મોકલી શકાશે 100 મીડિયા ફાઈલ
ડોક્યુમેન્ટ શેર કરતી વખતે યુઝર હવે અન્ય મીડિયા ફાઈલોની જેમ તેમની જાણકારી આપવા માટે એક કેપ્શન લખે છે. તેની સાથે જ Android યુઝર હવે પોતાના ગ્રુપ માટે એક લાંબા સબજેક્ટ અને ડિસ્ક્રિપ્શન પણ પસંદ કરી શકે છે.

જેવું કે પહેલા જણાવવામાં આવ્યું છે કે યુઝર હવે ચેટમાં 100 ઈમેજ અને વીડિયો શેર કરી શકશે. કંપનીનું માનવું છે કે હવે યુઝર્સ પોતાના મિત્રો અને પરિવારની સાથે આખા આલ્બમ શેર કરી શકશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow