સાંધાના દુખાવામાં રાહત માટે કઈ ટ્રીટમેન્ટ છે અસરકારક? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

સાંધાના દુખાવામાં રાહત માટે કઈ ટ્રીટમેન્ટ છે અસરકારક? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

ઘરમાં બાળકો હોય કે મોટા સાંધામાં દુખાવો, મસલ્સમાં ખેંચાણ કે શરીર જકડાઈ જવું જેવી સામાન્ય બાબત હોઈ શકે છે. પરંતુ શું તમને ખબર છે આવા કિસ્સામાં ડોક્ટર બે પ્રકારની સારવાર લેવાની સલાહ આપે છે. અમુક સલાહ આપે છે કે હોટ બેગનો શેક જ્યારે અમુક ડોક્ટર તમને આઈસ પેકનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

અહીં અમે તમને જણાવીશું કે કોલ્ડ અને હોટ ટ્રીટમેન્ટ કઈ રીતે કામ કરે છે અને સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે સૌથી સારૂ કયું છે.

હીટ ટ્રીટમેન્ટ
સોજોવાળા ભાગને ગરમ કરવાથી બ્લડ વેસેલ્સ પહોળી થઈ જાય છે, જેના કારણે લોહીનો પ્રવાહ સારો રહે છે. આનાથી ખેંચાણ વાળા અને દુખતા સ્નાયુઓને રાહત મળે છે. મોટાભાગના કિસ્સાઓમાં હીટ થેરાપી કોલ્ડ કરતાં વધુ સારી છે.

ઉદાહરણ તરીકે સંધિવાથી પીડાદાયક અને સતત સ્નાયુના દુખાવાની સારવાર માટે ગરમ કોમ્પ્રેસ આઇસ પેક કરતાં વધુ સારી છે. જો કે, ધ્યાનમાં રાખો કે કોઈપણ તાજી ઈજા અથવા ખુલ્લા ઘા પર ગરમ પાણી ન લગાવવું જોઈએ. હીટ ટ્રીટમેન્ટ આ માટે ઉપયોગી છે.‌

  • ઓસ્ટિયો આર્થરાઈટિસ
  • કોઈ ગતિવિધિ અથવા એક્સરસાઈઝથી પહેલા કડી મસલ્સને ગરમ કરવા
  • મચકોડ
  • ગરદન અથવા પીઠમાં દુખાવો ઓછો કરવો, ખાસ કરીને પીઠના નિચેના ભાગમાં

કોલ્ડ ટ્રીટમેન્ટ
કોલ્ડ થેરાપી અથવા આઈસ પેકથી ઈજા વાળી જગ્યા પર બ્લડનો ફ્લો ઓછો થઈ જાય છે તેનાથી સોજો અને ટિશ્યુ ડેમેજ થવાની સંભાવના ઓછી થઈ જાય છે.

તેનાથી વધારે કોલ્ડ ટ્રીટમેન્ટ સોજા વાળા ટિશ્યુને સુન્ન કરવા માટે એક ટોપિકલ એનેસ્થેટિકના રૂપમાં કામ કરે છે અને દુખાવાના સંકેતોને બ્રેઈનમાં મોકલવાથી પણ રોકે છે. બરફનો ઉપયોગથી સોજા અને દુખાવા સાથે જોડાયેલા મસલ્સને ફાયદો થઈ શકે છે. ઈજા પહોંચવાના 48 કલાકની અંદર તે સૌથી સારૂ કામ કરે છે.

કોલ્ડ ટ્રીટમેન્ટ અથવા આઈસ પેક જુના ઓસ્ટિપોઆર્થરાઈટિસ, હાલમાં જ ઈજા અથવા સ્ટ્રેસના મામલામાં મદદ કરી શકે છે. ઓસ્ટિયોઆર્થરાઈટિસના દર્દીઓને બરફની માલિશ અથવા 10 મિનિટના ઠંડા પેડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

કોલ્ડ vs હીટ કોમ્પ્રેસ?
જેવું કે આપણે સમજ્યા કે બંને સારવાર કેવી રીતે પીડા ઘટાડવામાં કામ કરે છે, અમે કહી શકીએ કે હોટ ટ્રીટમેન્ટ અમુક પ્રકારની ઇજાઓ માટે શ્રેષ્ઠ છે, પરંતુ આઇસ પેક અન્ય લોકો માટે સારૂ છે.

બેમાંથી કયું સારું છે તે કહી શકાય નહીં. ગરમ પાણી અથવા આઈસ પેક લગાવવું કે નહીં, તે સંપૂર્ણપણે વ્યક્તિને કઈ પ્રકારની ઈજા અને પીડા થઈ રહી છે તેના પર નિર્ભર છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow