સેક્સમાં પત્નીના સહકાર માટે શું કરું?

સેક્સમાં પત્નીના સહકાર માટે શું કરું?

પ્રશ્ન : અમારાં લગ્નને ત્રણ વર્ષ થઈ ચૂક્યાં છે. લગ્નની શરૂઆતમાં પત્ની મને સેક્સમાં ખૂબ જ સાથ આપતી હતી, પરંતુ છેલ્લાં બે એક વર્ષથી મોટાભાગના કિસ્સામાં જ્યારે અમે સેક્સ કરીએ તારે મારી પત્ની શરૂઆતમાં બિનઉત્સાહી અને એકદમ ઠંડી પડી રહે છે. પરંતુ એકવાર મને સ્ખલન થઈ જાય ત્યારબાદ જ તેનામાં ઉત્તેજના આવે છે. પરંતુ આ સમયે મારાથી કંઈ થઈ શકતું નથી અને પત્ની નારાજ થઈ જાય છે. ઘણીવાર કડવા શબ્દો પણ સાંભળવા પડે છે. મને સ્ખલન થોડું જલ્દી થઈ જાય છે. પરંતુ આ સમસ્યા તો લગ્નના પહેલાં દિવસથી જ છે. પત્ની સેક્સમાં મને શરૂઆતથી જ સહકાર આપે તે માટે યોગ્ય દવા સૂચવશો? ઉકેલ : તમારા સેક્સ જીવનમાં થતી સમસ્યાનાં બે મુખ્ય કારણો હોઈ શકે છે. પ્રથમ તો તમે કદાચ ફોર પ્લેમાં એટલે કે સંભોગ પૂર્વની જે ક્રિયા હોય જેમાં તમે એકબીજાને હાથ લગાવો, સ્પર્શ કરો, ચુંબન કરો એમાં સમય કદાચ ઓછો આપતા હશો. આમ પણ પુરુષ છે એ માચીસની સળી જેવો હોય, જે માચીસનું સળી જેમ જ જલ્દી સળગી જાય અને જલ્દી બુઝાઈ પણ જતો હોય છે. પરંતુ જે સ્ત્રી છે એ આયર્ન બાર જેવી હોય, જેને ગરમ થતાં પણ વાર લાગે અને ઠંડી થતાં પણ સમયે લાગતો હોય છે. સ્ત્રીને ઉત્તેજિત થવામાં પુરુષોની સરખામણીમાં સામાન્ય રીતે થોડી વધારે વાર લાગતી હોય છે. એટલે તમે થોડો ફોર પ્લેમાં સમય વધારે આપવાનો પ્રયત્ન કરો. પત્નીને ક્યાં હાથ લગાવવાથી, કેવી રીતે હાથ લગાવવાથી વધારે આનંદ આવે છે તે જાણવાનો પ્રયત્ન કરો. આ જાણવા માટે તમારે પત્ની જોડે વાતચીત કરવી પડશે, સંવાદ કરવો પડશે. આપને બીજી તકલીફ શીઘ્રસ્ખલનની છે. એક તો આપ ફોર પ્લેમાં સમય ઓછો આપો અને ઉપરથી સ્ખલન જલદી થઈ જાય તો પત્નીને સંતોષ ના મળે એ બહુ સ્વાભાવિક વસ્તુ છે અને એના કારણે પત્નીની હાલત તો ‘વો તો નાહ કે ચલ દિયે ઓર લહેરેં તડપતી રહ ગઈ’ જેવી થતી હોય છે. જેથી કરીને પત્નીનો સ્વભાવ ચીડિયો થાય અને ગુસ્સામાં કેટલીક વાર આપે કહ્યું તે મુજબ ના કહેવાના શબ્દો પણ કહી દેતી હોય છે. જો આમ વારંવાર થાય તો ધીરે ધીરે કદાચ સેક્સમાં ઈચ્છાઓ પણ ઓછી થવાની શક્યતાઓ રહે છે. આજના સમયમાં શીઘ્રસ્ખલનની સારવાર ખૂબ જ આસાન છે અને દવાઓ દ્વારા તે આઠથી દસ દિવસમાં જ કાબૂમાં પણ આવી જતી હોય છે.  

પ્રશ્ન : મારી ઉંમર 40 વર્ષની છે. મારું લગ્નજીવન ખૂબ જ સારું ચાલી રહ્યું છે. શું તમે મને કામશક્તિમાં વધારો થાય તેવી દવા જણાવી શકો કે એના ઉપાયો કહી શકો? બીજું કે, વિવિધ પ્રકારના મસાજ ઓઈલની જાહેરાત સાચી હોય છે ખરી? શું એ ખરેખર કામશક્તિ વધારે છે? ઉકેલ : એક વાત યાદ રાખજો કે ઈન્દ્રિયની લંબાઈ તેમજ તેની તાકાત એ જ મર્દાનગીનું મૂળ છે. આવા ખોટા ખ્યાલ સમાજના દરેક વર્ગમાં જોવા મળે છે. દવાઓ હંમેશાં મદદરૂપ થાય તેવી ખોટી માનસિકતા મનમાં ઘર કરી ગઈ છે. મોંઘી, આકર્ષક પેકેટમાં પેક કરેલી, સેક્સના નામવાળી જાહેરાતોમાં કોઈ દમ હોતો નથી. ઘણી બધી વાર આવી દવાઓ દ્વારા શરીરમાં આડઅસરો જોવા મળતી હોય છે. દવાઓ માત્ર બીમાર વ્યક્તિઓને ફાયદો કરી શકતી હોય છે, સ્વસ્થ વ્યક્તિને નહીં. જો તમે સો વર્ષના થાવ ત્યાં સુધી જાતીય જીવન કોઈ પણ દવાના ભરોસા વગર માણવું હોય તો વ્યસનોથી દૂર રહો, નિયમિત કસરત કરો. ઓઈલ મસાજથી ઇન્દ્રિયની લંબાઇ કે કામશક્તિમાં કોઈ જ ફરક પડતો નથી.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow