દેશને નફરત કરનારની સાથે ચાલીને તમે શું સંદેશ આપશો? રાહુલને ભાજપનો જવાબ

દેશને નફરત કરનારની સાથે ચાલીને તમે શું સંદેશ આપશો? રાહુલને ભાજપનો જવાબ

રાહુલ ગાંધીનાં દિલ્હીમાં લાલ કિલ્લાથી મેડ ઇન ચાઇના અને ચીનને લઇને આપવામાં આવેલ નિવેદન પર બીજેપીનાં નેતા રવિશંકર પ્રસાદે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ગરીબોનો મજાક બનાવે છે. દાવો છે કે અમે કોરોનાકાળમાં ચીન પાસેથી એપ્પલ ફોનની 14 ફેક્ટ્રી લઇને આવ્યાં. આરોપ લગાવવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી સેનાનાં પ્રતિ નફરત ફેલાવી રહ્યાં છે.

રવિશંકર પ્રસાદે ચીન મુદે આપ્યો કડક જવાબ
રવિશંકર પ્રસાદે શનિવારે બીજેપીની તરફથી કહ્યું કે 'એપ્પલ અને સેમસંગનાં ફોન પણ ભારતમાં બને છે જેમાં મેડ ઇન ઇન્ડિયા લખેલું આવે છે. કોરોનાકાળમાં ચીન પાસેથી એપલ ફોનની 14 ફેક્ટ્રી લઇને અમે આવ્યાં.' સાથે જ તેમણે કહ્યું કે કોણે કહ્યું કે હિન્દૂ ધર્મમાં ગરીબોનો મજાક બનાવવાનું કહેવામાં આવ્યું છે? ગરીબોનો મજાક બનાવવાની આદત તમને (રાહુલ ગાંધી?) થઇ ગઇ છે શું?

પીએમ મોદી વધારી રહ્યાં છે ચેતના- રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદે કહ્યું કે કોણે કહ્યું કે હિન્દૂ ધર્મમાં ગરીબોને મારવાની વાત કરવામાં આવી છે? પીએમ મોદી હિન્દૂ ધર્મની ચેતનાને આગળ વધારી રહ્યાં છે. ચાલ્યા છો પ્રેમની વાત કરવા...પરંતુ દેશમાં નફરત ફેલાવનારાની સાથે ચાલીને તમે કયાં પ્રેમનો સંદેશો આપવા માંગો છો?

તમે 1962ને ભલે ભૂલી ગયાં છો-રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદે કહ્યું કે ટુકડે-ટુકડે ગેન્ગનાં સક્રિય સદસ્ય રાહુલ ગાંધીની યાત્રામાં તે વિવિધ જગ્યાઓ પર ચાલ્યાં છે એવું શા માટે? દેશથી નફરત કરનારા લોકોની સાથે ચાલીને તમે(રાહુલ ગાંધી) પ્રેમનો કયો સંદેશો આપો છો? તેમણે આગળ પ્રશ્ન કર્યો કે તમે 1962ને ભલે ભૂલી ગયાં છો. અમે પૂછીએ છીએ કે તે જમીન ક્યારે પાછી મળશે કે જે જવાહરલાલ નહેરૂનાં પીએમ હોવા સમયે છીનવાઇ હતી. તમે કહો છો સેનાની પિટાઇ થઇ રહી છે તો શું તમે આર્મી પ્રત્યે તમારી પાર્ટીની રણનીતિ નફરત ફેલાવનારી છે?

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow