તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં કંગનાએ શું કહ્યું?

તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં કંગનાએ શું કહ્યું?

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મોત બાદ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનું રિએક્શન સામે આવ્યું છે. કંગનાએ સો.મીડિયામાં લાંબી પોસ્ટ શ2ર કરી છે. કંગનાએ કહ્યું હતું કે આવી આત્મહત્યા માટે તે એકલી નહીં, પરંતુ ઘણાં લોકો જવાબદાર હોય છે. આને મર્ડર માનવું જોઈએ. પ્રેમના નામે શોષણ કરવામાં આવે છે. કંગનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે બહુપત્નીત્વ, એસિડ અટેક તથા મહિલાઓના ટુકડા કરવા જેવા ગુનાઓ અંગે કડક કાયદા બનવા જોઈએ. કંગનાએ એમ પણ કહ્યું હતું કે આવા કેસમાં કોઈ પણ જાતની ટ્રાયલ વગર તાત્કાલિક મોતની સજા આપવી જોઈએ.

પ્રેમમાં વિશ્વાસઘાત સહન ના થઈ શકે‌‌કંગનાએ કહ્યું હતું કે એક મહિલા બધું જ સહન કરી શકે છે. પ્રેમ, લગ્ન, રિલેશનશિપ કે અન્ય પ્રિયજનને ગુમાવવાનું પણ સહન કરી શકે છે. બીજી વ્યક્તિ માટે તેનો પ્રેમ તથા નબળાઈ બસ શોષણ માટે ઇઝી ટાર્ગેટ હતો. આ હકીકત પહેલા જેવી રહેતી નથી, કારણ કે બીજી વ્યક્તિ જે રિલેશનશિપમાં હતી તે ફિઝિકલી તથા ઇમોશનલી શોષણ કરતો હતો.

વિશ્વાસ ઉઠી જાય છે‌‌વધુમાં કંગનાએ કહ્યું હતું, 'જ્યારે તે યુવતીને આ સચ્ચાઈની જાણ થઈ તો તેના માટે આ વાત જ અશક્ય હતી. કારણ કે તેને આ બધી વાતની જાણ શોકિંગ રીતે થઈ હતી. દરેક ઘટનાને પ્રેમ અને સુંદરતા સાથે જોડવામાં આવે છે. તેના મનમાં ફરીથી તમામ વાતો ચાલવા લાગે છે. તે યુવતીને હવે કોઈ વાત પર વિશ્વાસ થતો નથી. તેને પોતાની વિચારધારા પર ભરોસો રહેતો નથી. તેને ખ્યાલ નથી કે તે જીવિત છે કે મૃત. જો આ પરિસ્થિતિમાં તે જીવન ટૂંકાવવાનો નિર્ણય લે તો તેના માટે તે એકલી જવાબદાર નથી. આ મર્ડર છે.'

તો સર્વનાશ થશે
વધુમાં કંગનાએ કહ્યું હતું, 'બહુપત્નીત્વમાં મહિલાની મરજી સામેલ હોતી નથી. તેને પણ ક્રિમિનલ ગુનો માનવો જોઈએ. કોઈ મહિલાની શારીરિક, માનસિક, ઇમોશનલ તબિયતની જવાબદારી લીધા વગર તેનું શારિરક શોષણ કરવું અને કોઈ પણ યોગ્ય કારણ આપ્યા વગર અચાનક તરછોડી દે તે પણ ક્રિમિનલ ગુનો હોવો જોઈએ. આપણે આપણી બાળકીઓનું ધ્યાન રાખવું પડશે.આ સરકારની જવાબદારી છે કે તે ફેમિનિનને સમૃદ્ધ બનાવે અને તેની રક્ષા કરે. જે જગ્યાએ મહિલાઓ સુરક્ષિત ના હોય તેનું સર્વનાથ થાય છે.'

કંગનાએ ઇમોશનલ ફ્રોડ માટે સજા માગી
કંગનાએ છેલ્લે કહ્યું હતું, 'હું માનનીય વડાપ્રધાનજીને પ્રાર્થના કરું છું કે જેવી રીતે કૃષ્ણ દ્રૌપદી માટે ઊભા થયા હતા, રામ સીતા માટે થયા હતા, અમને આશા છે કે તમે મરજી વગરના બહુપત્નીત્વ, એસિડ અટેક, મહિલાઓના ટુકડા કરનાર વિરુદ્ધ કડક કાયદા બનાવશો, જેમાં કોઈ પણ જાતની ટ્રાયલ વગર મોતની સજા હોવી જોઈએ. જેવી રીતે લીગલ ફ્રોડ, ફાઇનાન્સિયલ ફ્રોડમાં પગલાં લેવામાં આવે છે, તે જ રીતે ઇમોશનલ ફ્રોડમાં પણ થવું જોઈએ. ઇમોશનલ ફ્રોડને ગોસિપની જેમ મજાકમાં કેમ ઉડાવી દેવામાં આવે છે.'

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow