સોનિયા ગાંધીએ એવું શું કહ્યું કે રાહુલ ગાંધીએ ગાલ પકડીને કર્યું વ્હાલ, લોકોએ કહ્યું માતૃપ્રેમનો

સોનિયા ગાંધીએ એવું શું કહ્યું કે રાહુલ ગાંધીએ ગાલ પકડીને કર્યું વ્હાલ, લોકોએ કહ્યું માતૃપ્રેમનો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તાજેતરમાં ઘણી વખત ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે.  

અગાઉ ભારત જોડો યાત્રા, બાદમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે ટી-શર્ટ પહેરીને રહેવા બાદ હવે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો વીડિયો ચર્ચાનું કારણ બન્યો છે. કોંગ્રેસના 138મા સ્થાપના દિવસની ઉજવણીના આ વીડિયોમાં રાહુલ ભારત જોડો યાત્રામાંથી હળવા મૂડમાં જોવા મળ્યા છે અને માતા સોનિયા સાથે કોંગ્રેસ નેતા અંબિકા સોની સાથે ચર્ચા કરતા નજરે પડ્યા હતા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો આ અદભુત અંદાજની ક્ષણ કેમેરામાં કેદ થઈ છે. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં દ્રશ્યમાન થાય છે કે

કોંગ્રેસ સ્થાપના દિવસ નિમિતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગએ જ્યાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અંબિકા સોની સહિતનાઓએ હાજરી આપી હતી. વિડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર સોનિયા ગાંધી અંબિકા સોની સાથે વાત કરી રહ્યા હતા. જેમાં આઈ સ્વેર કરી રહ્યા હોય તેવો અંદાજ દેખાઈ રહ્યો હતો. બાદમાં તે પોતાના ગાલ પર હાલ લગાવે છે અને રાહુલ ગાંધી પ્રેમથી તેના ગાલને હાથથી પકડી રાખે છે. જેમાં વ્હાલ કરી બન્ને ખૂબ હસતા હોવાનું દ્રશ્યમાન થાય છે. માતા પુત્રનો આ પ્રેમ હાલ સોશિયલ મીડિયામાં છવાયો છે. મહત્વનું છે કે સોનિયા ગાંધી અને રાહુલ વચ્ચે આ પ્રકારનો પ્રેમ પહેલીવાર જોવા મળ્યો નથી. આ અગાઉ પણ આવી અનેક તસવીરો સામે આવી છે.હાલ આ વીડિયોને શેર કરી લોકો માતૃ પ્રેમના ક્યૂટ વીડિયો તરીકે દર્શાવી રહ્યા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow