પશ્ચિમી વિક્ષોભ વરસાદ લાવશે.! ઠંડીનો ચમકારો ઘટશે, IMDએ આગામી 5 દિવસની આગાહી કરી જાહેર

પશ્ચિમી વિક્ષોભ વરસાદ લાવશે.! ઠંડીનો ચમકારો ઘટશે, IMDએ આગામી 5 દિવસની આગાહી કરી જાહેર

કડકડતી વચ્ચે આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ઘટવાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગુરુવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી હતું. તો 20 જાન્યુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) હિમાલય સુધી પહોંચવાની સંભાવના છે, જેના કારણે 20-22 જાન્યુઆરી વચ્ચે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં હળવો વરસાદ થઈ શકે છે.

લઘુત્તમ તાપમાન 2-5 ડિગ્રી સેલ્સિયસ
ઉત્તર મધ્યપ્રદેશ અને હરિયાણા અને પૂર્વ ઉત્તરપ્રદેશના અલગ-અલગ ભાગોમાં લઘુત્તમ તાપમાન 2-5 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં છે. શુક્રવાર (જાન્યુઆરી 20) સુધીમાં ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે અને ત્યારબાદ અઠવાડિયાના પછીના દિવસોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી ઠંડીથી લોકોને રાહત મળશે.

ફાઇલ તસવીર 

અહી વરસાદની આગાહી
અન્ય સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. તે 23 થી 25 જાન્યુઆરી દરમિયાન હિમાલયના પ્રદેશમાં પહોંચવાની આશા છે. જેના કારણે 23-26 જાન્યુઆરી વચ્ચે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. 23 અને 24 જાન્યુઆરીએ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટાછવાયા કરા પડવાની પણ શક્યતા છે.

ફાઇલ તસવીર 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થવાને કારણે મેદાની વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. પંજાબના કેટલાક વિસ્તારોમાં 22 જાન્યુઆરીએ હળવો વરસાદ જ્યારે 23 જાન્યુઆરીએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 અને 25 જાન્યુઆરીએ પણ વરસાદની સંભાવના છે. 22 જાન્યુઆરીએ દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં વરસાદ પડી શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં 23 જાન્યુઆરીએ જ્યારે મોટાભાગના વિસ્તારોમાં 24 જાન્યુઆરીએ વરસાદ પડશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 24 અને 25 જાન્યુઆરીએ વરસાદ પડી શકે છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow