વેલકમ 2023 ! ગુજરાતીઓમાં જોશ હાઈ, ભારે હર્ષોલ્લાસથી વધાવ્યું નવા વર્ષને, મહાનગરોમાં જશ્નનો માહૌલ

રાજ્યમાં ન્યૂયરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. રાજ્યાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં DJના તાલે યુવાધન ઝૂમી ઉઠ્યા. વર્ષ 2022ને બાય બાય અને 2023ને આવકારવા યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો.

ભારે હર્ષોલ્લાસથી વધાવ્યું નવા વર્ષને
ન્યૂયરને લઇ મહાનગરોમાં ઉજવણી કરવામાં આવી જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં ધામધૂમથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. યુવાનો DJના તાલે ઝૂમ્યા. અમદાવાદમાં મોટાભાગના પાર્ટી પ્લોટ ફૂલ જોવા મળ્યા.

યુવાનોમાં નવા વર્ષને લઇ ઉત્સાહ જોવા મળ્યો તો એક બાજૂ વડોદરા અને સુરતમાં પણ સુરતીલાલાઓએ ન્યૂયરની ધામધૂમથી ઉજવણી કરાઈ. સુરતના પાર્ટી પ્લોટ અને ક્લબમાં પાર્ટી યોજીને યુવાનો DJના તાલે ઝૂમ્યા છે.

આ સાથે રાજકોટમાં ગ્રીનલીફ ક્લબ ખાતે DJના તાલે માહોલ જામ્યો. યુવાનોમાં 2023ને આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો. જોઈએ મહાનગરોમાં જશ્નનો માહૌલ

અમદાવાદમાં વેલકમ-2023 પાર્ટી
અમદાવાદમાં ન્યૂયરની ઉજવણી કરાઈ છે, શહેરના મોટાભાગના પાર્ટી પ્લોટ ફૂલ જોવા મળ્યા છે. વર્ષ 2022ને બાય બાય અને 2023ને આવકારવા યુવાનોમાં મન મુકીને નાચ્યા.

સુરતમાં 2023ના વધામણા
સુરતવાસીઓએ પણ જુસ્સા સાથે ન્યૂયરની ઉજવણી કરી છે. પાર્ટી પ્લોટ અને કલ્બોમાં યુવાનો મન મુકીને નાચ્યા અને 2023ને આવકાર્યો.

રાજકોટમાં 31stની ઉજવણી
રાજકોટમાં પણ લોકો 31stની ઉજવણી કરી છે. DJના તાલે યુવાનો ઝૂમ્યા છે. ગ્રીનલીફ કલ્બ ખાતે જોરદાર માહોલ જામ્યો. 2023ને આવકારવા યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

વડોદરામાં પણ યુવાધન ઝૂમી ઉઠ્યું
વેલકમ 2023,ગુડબાય 2022ને લઈ વડોદરા પણ ઝૂમી ઉઠ્યું. ન્યૂયરને લઇને યુવાનોમાં જોશ હાઇ જોવા મળ્યો તેમજ મહાનગરોમાં મોજ મસ્તીનો માહોલ જામ્યો છે.