'અમે નશામાં હતા, છોકરી કાર નીચે ફસાઈ હતી, ડર લાગતાં ભાગી નીકળ્યાં, આખરે આરોપીઓએ કબૂલ્યું

'અમે નશામાં હતા, છોકરી કાર નીચે ફસાઈ હતી, ડર લાગતાં ભાગી નીકળ્યાં, આખરે આરોપીઓએ કબૂલ્યું

નવા વર્ષની ઉજવણી દરમિયાન સ્કૂટી સવાર છોકરીને ટક્કર મારીને તેને કાર નીચે ઘસડનાર પાંચમાંથી બે આરોપીઓએ કબૂલી લીધું છે કે તેમણે નશો કર્યો હતો અને છોકરી કાર નીચે ફસાઈ હતી. આ કેસમાં પોલીસે નોંધાવેલી એફઆઈઆરમાં બે આરોપીઓએ દારૂ પીધો હોવાનું જણાવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે બંને આરોપીઓની તબીબી તપાસ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં જણાવાયું છે કે આરોપીઓ જાણતા હતા કે તેમણે સ્કૂટી સવાર છોકરીની સ્કૂટીને ટક્કર મારી છે. આરોપીએ જણાવ્યું કે, રસ્તામાં જ્યારે યુવતી સ્કૂટી પર સવાર હતી ત્યારે કૃષ્ણા વિહારના શનિ બજાર રોડ પર અકસ્માત થયો તો તે નીચે પડી ગઈ. આ પછી તેઓ ડરના કારણે કંઝાવલા તરફ ભાગી ગયા હતા.

કારમાં છોકરી ફસાવાની ખબર પડતા ભાગ્યા આરોપીઓ
આરોપી અમિત અને દીપકે અકસ્માત વિશે જણાવ્યું હતું કે તેઓએ દારુ પીધો હતો અને તેમની કારે દિલ્હીના કૃષ્ણા વિહાર વિસ્તારમાં સ્કૂટીમાં સવાર એક યુવતીને ટક્કર મારી હતી પરંતુ ડરને કારણે તેઓ ભાગી ગયા હતા.  દીપકે પોલીસને જણાવ્યું હતું કે તે કાર ચલાવી રહ્યો હતો અને મનોજ પુત્ર સુંદર લાલ તેની સામે તેની બાજુની સીટમાં બેઠો હતો. પાછળની સીટ પર મિથુન પુત્ર શિવ કુમાર, કૃષ્ણ પુત્ર કાશીનાથ અને મનોજ મિત્તલ અને અમિત બેઠા હતા.

શું છે કેસ અને અત્યાર સુધી શું બન્યું
નવા વર્ષની રાતે દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં સ્કૂટી સવાર છોકરીને 5 છોકરાઓએ કારની ટક્કર મારી હતી જે પછી તે કારની પાછળના ભાગે ફસાઈ ગઈ હતી અને આ દરમિયાન આરોપીઓએ કારને મારી મૂકી હતી અને છોકરી ઘસડતી રહી હતી લગભગ 12 કિલોમીટર સુધી છોકરી સાથે આવી હેવાનિયત ચાલી હતી અને આ દરમિયાન તેનું મોત થઈ ગયું હતું અને વળાંક પર તેની લાશ કારથી અલગ થઈને પડી ગઈ હતી અને નગ્નાવસ્થામાં તેની લાશ પોલીસને મળી હતી.

પીડિતાનું થયું પોસ્ટમોર્ટમ
આ કેસમાં પીડિતાનું પોસ્ટમોર્ટમ કરીને લાશ તેના પરિવારને સોંપી દેવાઈ છે.

કોણ છે આરોપીઓ

દીપક ખન્ના(26) ગ્રામીણ સેવાનો ડ્રાઈવર છે. અમિત ખન્ના(25) ઉત્તમ નગરમાં એસબીઆઈ કાર્ડમાં કામ કરે છે. 27 વર્ષીય કૃષ્ણન દિલ્હીના કનોટ પ્લેસમાં કામ કરે છે. મિથુન (૨૬) નારાયણમાં હેરડ્રેસરનું કામ કરે છે. છેલ્લો આરોપી મનોજ મિત્તલ સુલતાનપુરીમાં ફૂડ ડીલર તરીકે કામ કરે છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે આરોપી દીપક ખન્ના નશામાં હતો કે કેમ તેની તપાસ કરવા માટે તેનું સેમ્પલ લેવામાં આવ્યું છે.

તમામ આરોપી 3 દિવસની પોલીસ કસ્ટડીમાં
પોલીસે તમામ 5 આરોપીઓની કસ્ટડી મેળવી લીધી છે અને પૂછપરછ શરુ કરી દીધી છે પોલીસ પૂછપરછમાં આરોપીઓ સાચી વાત સ્વીકારવા લાગ્યાં છે. પોલીસ હવે આરોપીઓની 3 દિવસ પૂછપરછ કરીને સાચી માહિતી મેળવશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow