આપણે તો પચાસ હજારમાં બૂમો પાડીએ છીએ, ભારતની પડખે તોલા સોનાનો ભાવ 1.60 લાખ રુપિયા

આપણે તો પચાસ હજારમાં બૂમો પાડીએ છીએ, ભારતની પડખે તોલા સોનાનો ભાવ 1.60 લાખ રુપિયા

પાકિસ્તાનમાં મોંઘવારીએ સામાન્ય માણસની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘઉંનો લોટ અને ચીકનની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. તો ગોલ્ડની કિંમતોએ ઑલ ટાઇમ હાઈ લેવલને ટચ કર્યું છે. એક તોલા અને 10 ગ્રામ ગોલ્ડની કિંમત ક્રમશ: 1,88,600 રૂપિયા અને 1,61,694 રૂપિયાનાં નવા ઉચ્ચતમ સ્તર પર પહોંચી છે. બુધવારે ગોલ્ડની કિંમતમાં 900 રૂપિયા સુધીનો વધારો થયો છે.

પાક.માં સોનાં ભાવ 1.60ને પાર
ભારતમાં તો આપણે સોનાનાં ભાવ પચાસ હજાર પહોંચે અને મોંઘવારીની બૂમો પાડીએ છીએ પરંતુ ભારતની પડખે પાકિસ્તાનમાં તોલા સોનાનો ભાવ 1.60 લાખ રુપિયા સુધી પહોંચી ગયો છે. ન માત્ર સોનું પરંતુ બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ચક્કી લોટ અને ચીકનનાં પણ ભાવો વધી ગયાં છે.  

લોટની કિંમત:
લોટની કિંમત 140-160 રૂપિયા પ્રતિ કિગ્રા પહોંચી છે. મિલર્સ અને હોલસેલર્સ અનુસાર ઓપન માર્કેટમાં 100 કિલો ઘઉં બેગનો ભાવ 12000-12500 રૂપિયે વેંચાઇ રહ્યાં છે. તો ડિસેમ્બરનાં છેલ્લા સપ્તાહમાં તેનો ભાવ 10600 રૂપિયા હતો. જ્યારે નવેમ્બરમાં તેનો ભાવ 8300 રૂપિયા હતો.

કિંમત 1500 રૂપિયાને પાર :
ગયાં સપ્તાહમાં અશરફી બ્રાન્ડનાં લોટનો ભાવ 700 રૂપિયા અને 1400 રૂપિયા પ્રતિ 5 અને 10 કિ.ગ્રા હતો જેની હવે કિંમત ક્રમશ: 775 રૂપિયા અને 1530 રૂપિયા થયેલ છે.

ચેરમેન રઉફ ઇબ્રાહિમે આપી માહિતી

કરાંચી હોલસેલર્સ ગ્રોસર્સ એસોસિએશનનાં ચેરમેન રઉફ ઇબ્રાહિમે કહ્યું કે સિંધમાં ઘઉંનાં નવા પાકની આવકમાં 2 મહિના બાકી છે. તેમણે આરોપ લગાવ્યો કે વધતી કિંમતોને રોકવા માટે સરકારની તરફથી કોઇ ગંભીર પગલું ભરવામાં આવતું નથી. તો જીવિત પોલ્ટ્રીની કિંમત 420 રૂપિયા પ્રતિ કિગ્રા સુધીની છે. હાડકા સિવાયનાં માંસ 800-900 રૂપિયા પ્રતિ કિલોનાં ભાવથી વેંચાઈ રહ્યાં છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow