MPCના નીતિગત નિર્ણયોની અસર પર વોચ : આરબીઆઈ

MPCના નીતિગત નિર્ણયોની અસર પર વોચ : આરબીઆઈ

આ મહિનાની શરૂઆતમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે છેલ્લા એક વર્ષ દરમિયાન રેપોરેટને લઇને કરવામાં આવેલી કાર્યવાહીની અસર હજુ દેખાવાની બાકી છે અને તેના પર નજીકથી દેખરેખ રાખવાની જરૂરિયાત જણાઇ રહી છે. અગાઉ આ મહિનાની શરૂઆતમાં MPCની પાંચ અન્ય સભ્યોની સાથે દાસે પણ રેપોરેટને યથાવત્ રાખવાના નિર્ણયના પક્ષમાં મત આપ્યો હતો. મોંઘવારીને અંકુશમાં રાખવા માટે ગત મે 2022થી RBI દ્વારા રેપોરેટમાં સતત છ વાર વધારા બાદ આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી MPC બેઠક દરમિયાન RBI રેપોરેટને યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો.

મે 2022થી રેપોરેટમાં કુલ 250 બેસિસ પોઇન્ટનો વધારો કરાયો છે.ફુગાવામાં કેટલાક અંશે રાહતના સંકેત છે, પરંતુ નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચવાનો ફુગાવાનો દર ધીમો રહેશે. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર દરમિયાન 5.2 ટકાનો ફુગાવો તો પણ લક્ષ્યાંક કરતા ઉપરના સ્તરે છે. એટલે જ, અત્યારે આ તબક્કે ખાસ કરીને બે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જેમાં એક ફુગાવામાં રાહત છે અને એ જ સમયે અમે ભૂતકાળમાં કરેલી કામગીરીની અસરની દેખરેખ કરવાનો છે. જેને કારણે મારા મતે આ MPC બેઠક દરમિયાન રેપોરેટ પરના વધારાને રોકવામાં આવે તે જરૂરી છે.

Read more

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભા (જનરલ બોર્ડ) આજે તોફાની બન્યું હતું. જેમાં વિરોધ પક્ષના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે વિરોધ કરતા સામાન્ય સભા બહાર

By Gujaratnow
રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખોફ જ ન રહ્યો હોય એમ દર બે-ત્રણ દિવસે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાના સમાચાર સામે આવે છે. આજે(19 જુલાઈ) વધુ

By Gujaratnow