એક્ટ્રેસની કરિયર બરબાદ કરવાનો પ્રયાસ થયો હતો?

એક્ટ્રેસની કરિયર બરબાદ કરવાનો પ્રયાસ થયો હતો?

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આજે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં લોકપ્રિય છે. પ્રિયંકાએ પોતાની મહેનતથી આ સફળતા મેળવી છે. હાલમાં જ પ્રિયંકાએ પોતાની કરિયર અંગે કેવી કેવી અફવા ફેલાવવામાં આવી હતી તે અંગે વાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે તેના વિશે એવી વાતો થતી હતી કે તેણે શૈતાનની પૂજા કરીને સફળતા મેળવી છે.

પ્રિયંકા વર્ષ 2000માં મિસ વર્લ્ડ બની હતી. ત્યારબાદ પ્રિયંકાએ વર્ષ 2002માં તમિળ ફિલ્મ 'થમીઝ્હાન'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2003માં પ્રિયંકાએ 'ધ હીરોઃ લવ સ્ટોરી ઑફ સ્પાય'થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. બોલિવૂડમાં સફળતા મેળવ્યા બાદ પ્રિયંકાએ વર્ષ 2015માં અમેરિકન ટીવી સિરીઝ 'ક્વાન્ટિકો'થી હોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે કેટલીક હોલિવૂડ ફિલ્મ્સ પણ ખરી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું હતું કે તેને કરિયરમાં આટલી બધી સફળતા મળી તે અંગે વિવિધ અફવા ફેલાવવામાં આવી હતી.

પ્રિયંકા શૈતાનની પૂજા કરે છે?

‌‌યુ ટ્યૂબર રણવીર અલ્લાહબડિયાએ પ્રિયંકાને ઇન્ટરવ્યૂ દરમિયાન સવાલ કર્યો હતો કે તેની કરિયર અંગે એવી વાતો વહેતી થઈ હતી કે તે શૈતાનની પૂજા કરે છે અને તેની સફળતા પાછળનું રહસ્ય આ જ છે. પ્રિયંકાએ આ વાત સાંભળીને કહ્યું હતું, 'ભયાનક. શિવજી સાચે જ મારા પર નારાજ થશે.'

લોકોએ કરિયર બરબાદ કરવાનો પ્રયાસ કર્યો‌‌

પ્રિયંકાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મારી કરિયરને બરબાદ કરવા માગતા ઘણાં લોકો મારા જીવનમાં આવ્યા હતા. તેઓ મારી પાસેથી મારું કામ છીનવી લેવા માગતા હતા. તેઓ પ્રયાસ કરતા કે મને કોઈ ફિલ્મ ના મળે, કારણ કે હું જે પણ કરતી તે ઘણી જ સારી રીતે કરતી.'

લોકોને સાંભળવાનું બંધ કર્યું‌‌વધુમાં પ્રિયંકાએ કહ્યું હતું, 'મને આવી કોઈ વાત રોકી શકી નહીં. હું બેસીને રાહ જોવામાં અથવા દુઃખી થવાનું પસંદ કરતી નથી. મારી પાસેથી એક તક છીનવાઈ ગઈ હશે તો હું એક રાત રડી હોઈશ, પરંતુ હું તેને લઈને બેસી નહોતી રહી. તમારે બીજાની વાતો સાંભળવી બંધ કરવી પડે છે. તમારી પર જે લોકોને વિશ્વાસ હોય તે લોકો પર તમારે ફોકસ કરવાનું હોય છે. પ્રકાશ પર ફોકસ કરો, થોડી પ્રેરણા લેવાનો પ્રયાસ કરો, કારણ કે જ્યારે લોકો તમને દબાવવાનો પ્રયાસ કરે છે ત્યારે આ બધું જોવાનું સૌથી મુશ્કેલ હોય છે.'

પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે વિશ્વમાં ઘણા ઓછા લોકો બીજાની સફળતમાં ખુશ થાય છે. આ વાત ભારતના લોકો પર પણ લાગુ પડે છે.

પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ 'લવ અગેઇન' તથા વેબ સિરીઝ 'સિટાડેલ'માં કામ કરી રહી છે. સિરીઝને રુસો બ્રધર્સે ડિરેક્ટ કરી છે અને આ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે. હવે પ્રિયંકા સાયન્સ-ફિક્શન સિરીઝમાં જોવા મળશે. આ સિરિઝને પેટ્રિક મોર્ગન ડિરેક્ટ કરશે અને રિચાર્ડ મેડન જેવા કલાકારો છે.

બોલિવૂડની વાત કરીએ તો પ્રિયંકા છેલ્લે 'ધ સ્કાય ઇઝ પિંક'માં જોવા મળી હતી. હવે તે ફરાહન અખ્તરની ફિલ્મ 'જી લે ઝરા'માં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરીના કૈફ તથા આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.

Read more

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી હાલમાં અમેરિકામાં તેમની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ ત્યાંના ઘણા

By Gujaratnow
લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને સસ્

By Gujaratnow