બનવા માંગતી હતી પત્રકાર અને બની ગઈ અદાકારા, રોચક છે આ અભિનેત્રીની કહાની

બનવા માંગતી હતી પત્રકાર અને બની ગઈ અદાકારા, રોચક છે આ અભિનેત્રીની કહાની

અભિનેત્રી રિચા ચડ્ઢાનો આજે 34મો જન્મ દિવસ

રિચા ચડ્ઢા માત્ર પોતાની ફિલ્મો માટે નહીં, પરંતુ પોતાના ધારદાર નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. આવો જાણીએ તેમના જન્મ દિવસે તેમની અમુક ખાસ વાતો. પંજાબમાં જન્મેલી રિચા ચડ્ઢાની પરવરિશ દિલ્હીમાં થઇ.

તે સમયે ખાલિસ્તાન મૂવમેન્ટ ચાલી રહી હતી અને આ મૂવમેન્ટને જોઇને તેના માતા-પિતા દિલ્હીમાં આવી ગયા. અભિનેત્રીનો પૂરો અભ્યાસ દિલ્હીથી થયો. રિચાના માતા-પિતા ઈચ્છતા હતા કે તે ટીવી પત્રકાર બને, પરંતુ નસીબને કઈ બીજુ મંજૂર હતુ.

સોશિયલ મીડિયામાં પીજી ડિપ્લોમા કર્યા બાદ રિચા મુંબઈ આવી ગઇ. મીડિયામાં ભાગ્ય અજમાવવાની જગ્યાએ તે મોડલિંગ કરવા લાગી. આ સાથે તે થિયેટર સાથે પણ જોડાઈ ગઇ. જ્યાંથી તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઇ.

રિચા ચડ્ઢાએ આ ફિલ્મો કરી

ત્યારબાદ તેમણે એકથી વધુ ફિલ્મો કરી. આ સાથે પોતાના અભિનયના બળભૂતે પ્રશંસકોના દિલમાં અલગ છાપ બનાવી.

જેમાં 'મેં ઔર ચાર્લ્સ', 'ચૉક એન ડસ્ટર', 'સરબજીત', 'જિયા અને જિયા', 'ફુકરે રિટર્નસ', '3 સ્ટોરેયસ', 'દાસ દેવ', 'લવ સોનિયા', 'ઈશ્કરિયા', 'પંગા', 'શકીલા' અને 'મેડમ ચીફ મિનિસ્ટર' વગેરે ફિલ્મો સામેલ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow