અમરેલીમાં ત્રણ ઘરફોડ ચોરીના કેસમાં 1994થી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

અમરેલી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે ઝૂંબેશ હાથ ધરી છે. અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ, નાયબ પોલીસ અધિક્ષક એચ.બી વોરાની સીધી સૂચના હેઠળ નાસતા કરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવાની કવાયત હાથ ધરી છે. ત્યારેરાજુલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.એમ.રાધનપરા તથા તેમની સર્વેલન્સ સ્કોડ ટીમ દ્વારા અમરેલી જિલ્લાના કુલ-03 પોલીસ સ્ટેશનના અલગ અલગ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓના કામે 1994થી પકડવાના બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા 28 વર્ષથી નાસતા ફરતાં વોન્ટેડ આરોપીને રાજુલા પોલીસ સ્ટેશનના હિંડોરણા ચોકડી નજીકથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે લાગતા વળતા પોલીસ સ્ટેશનનને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
વોન્ટેડ પકડાયેલ આરોપી
માનસીંગ રંગા ઉર્ફે રંગલા મોહનીયા ઉવ.70 ધંધો મજુરી રહે.કાટુ ગામ બીલવાલ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ
વોન્ટેડ આરોપી વિરુદ્ધ અમરેલી સીટી સાવરકુંડલા ટાઉન સહિત પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુન્હા નોંધાયેલા છે. હવે જે તે પોલીસ તેમની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરશે.