દર મહિને બચાવવા છે હજારો રૂપિયા? તો આજથી જ મહિલાઓએ છોડવી પડશે આ 3 આદતો!

દર મહિને બચાવવા છે હજારો રૂપિયા? તો આજથી જ મહિલાઓએ છોડવી પડશે આ 3 આદતો!

ઘણી વખત તમે જોયું હશે કે સારી કમાણી થવા પર લોકો સેવિંગ વધારવાની જગ્યા પર જીવનમાં લક્ઝરી વધારવામાં વધારે ખર્ચ કરવા લાગે છે. જેના કારણે બાદમાં તેમને મુશ્કેલીઓ આવે છે અને પોતાની જરૂર પડવા પર તેમને બીજા પર આધાર રાખવો પડે છે. એવામાં એ જરૂરી છે કે તમે પહેલાથી પોતાના ફાઈનાન્સને મેનેજ કરો અને દર મહિને સેવિંગ કરો.

પૈસાનું રોકાણ ખૂબ જ જરૂરી
જો તમે હાઉસ વાઈફ છો અથવા તમે તમારા પગારનો મોટાભાગનો હિસ્સો શોપિંગમાં ખર્ચ કરો છો, તો જણાવી દઈએ કે આ આદત તમારા માટે પછીથી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. અહીં અમે તમને જણાવીએ છીએ કે તમે દર મહિને કેવી રીતે બચત કરી શકો છો અને કઈ આદતો બદલીને તમે તે પૈસાને સારી જગ્યાએ રોકાણ કરી શકો છો.

મહિલાઓએ આ આદતો બદલી કરવી જોઈએ સેવિંગ
લિસ્ટ વગર ન કરો શોપિંગ
ઘણીવાર એવું જોવા મળે છે કે મહિલાઓ પગાર મેળવ્યાના પ્રથમ બે અઠવાડિયામાં એટલી બધી ખરીદી કરે છે કે મહિનાના અંત સુધીમાં તેમનું ખાતું ખાલી થવા લાગે છે.

આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે તમે તમારી શોપિંગનું લિસ્ટ બનાવો અને જુઓ કે તેમાં સૌથી મહત્વપૂર્ણ શું છે. આ પછી જુઓ કે કઈ નકામી વસ્તુઓમાં તમારા પૈસા ખર્ચાય છે. આમ કરવાથી તમે બિનજરૂરી ખર્ચથી બચી જશો.

મોલમાં ન કરો તમારી બધી શોપિંગ
જો તમને મોલમાં જવાનું ગમતું હોય તો એનો અર્થ એ નથી કે તમારે તમારી બધી ખરીદી મોલમાંથી જ કરવી જોઈએ. જો તમે તમારી આસપાસના બજારની તપાસ કરો અને મહિનાનો સામાન, નાની વસ્તુઓ લોકલ માર્કેટમાંથી જ ખરીદો તો સારું રહેશે. તે તમને સસ્તું પણ પડશે અને તમે તેનો ઉપયોગ પણ સારી રીતે કરી શકશો.

બહારનું ભોજન વધારે ન મંગાવો
ઘણી વખત આળસને કારણે મહિલાઓ ઘરમાં રસોઈ બનાવવાને બદલે બહારથી ખાવાનું મંગાવી લે છે. આ અનહેલ્ધી હોવાની સાથે તમારા પૈસા પણ વેડફે છે. એટલા માટે સારું રહેશે કે તમે ઘરે રસોઈ બનાવવાની આદત બનાવો. આટલું જ નહીં જો તમે બહારથી ખાવાનું મંગાવશો તો તેનો હિસાબ લખો અને જુઓ કે તમે દર મહિને ખાવા પર કેટલો ખર્ચ કરો છો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow