વોર 2'નું રોમેન્ટિક ટ્રેક 'આવાં જવાં' રિલીઝ

વોર 2'નું રોમેન્ટિક ટ્રેક 'આવાં જવાં' રિલીઝ

બોલિવૂડની અપકમિંગ એક્શન-થ્રિલર ફિલ્મ ‘વોર 2’નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. 'આવાં જવાં' ગીતમાં હૃતિક રોશન અને કિયારા અડવાણીનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. અરિજિત સિંહ અને નિકિતા ગાંધીના અવાજમાં ગવાયેલું આ ગીત દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ‘વોર 2’ની હિરોઈનના ખાસ દિવસ એટલે કે કિયારા અડવાણીના બર્થ ડે પર ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

કિયારા-હૃતિકની કેમેસ્ટ્રીનો જાદુ 'વોર 2'નું 'આવાં જવાં' ગીત રોમેન્ટિક ટ્રેક છે. આ ગીતમાં કિયારા અડવાણી અને હૃતિક રોશનની કેમેસ્ટ્રી ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે. ગીતમાં જોઈ શકાય છે કે બંને કલાકારો આ ક્ષણનો ખૂબ આનંદ માણી રહ્યા છે. સાથે જ ગીતમાં એક્ટ્રેસનો પહેલીવાર ઓનસ્ક્રિન બિકીની અવતાર પણ જોઈ શકાય છે. કિયારા-હૃતિકનો રોમેન્ટિક અંદાજ યુવાનોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આવાં જવાં' ગીતની વાત કરીએ તો, તે અરિજિત સિંહ અને નિકિતા ગાંધી દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખાયેલા છે. સંગીત પ્રીતમે આપ્યું છે. અરિજિતનો અવાજ લોકોને દિવાના બનાવી રહ્યો છે. કિયારા અડવાણીએ આ ગીત તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે, જેની પોસ્ટ પર નેટીઝન્સ કોમેન્ટ કરી રહ્યા છે અને ગીતને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. ઉપરાંત, ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow