કાળઝાળ ગરમીમાં ઉલ્ટી અને ચક્કર આવવાની વકરશે સમસ્યા, આ સરળ ટિપ્સથી કરો બચાવ

કાળઝાળ ગરમીમાં ઉલ્ટી અને ચક્કર આવવાની વકરશે સમસ્યા, આ સરળ ટિપ્સથી કરો બચાવ

હોળી પૂર્ણ થતા જ ઉનાળો આવી ગયો છે. જો કે રાત્રી દરમિયાન હજુ પણ ઠંડીનો માહોલ જોવા મળે છે પરંતુ બપોરના આકરા તડકાના કારણે તબીયત બગડવા લાગે છે. અત્યારથી જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.  

આ સ્થિતિમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. માથાનો દુ:ખાવો, ઉલ્ટી, ચક્કર, ચામડીના રોગો જેવા રોગનું જોખમ વધી શકે છે. લાંબા સમય સુધી તડકામાં રહેવાથી થાક લાગવો, નબળાઈ અને બેભાન થવા જેવા લક્ષણો પણ જોવા મળે છે. કેટલાક લોકોનું બ્લડપ્રેશર હાય  થઈ જાય છે તો કેટલાક લોકોનું બીપી લો થઈ જાય છે. ઉનાળામાં આવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેને જો તમે તમારા રુટીનમાં સામેલ કરો છો   તો તમે તમારી જાતને બીમાર પડવાથી બચાવી શકો છો. ચાલો જાણીએ તેમના વિશે…

આ રીતે રાખો પોતાને હાઇડ્રેટ
ઉનાળાની ગરમીમાં ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે વધુમાં વધુ પ્રવાહીનું સેવન કરવું જોઈએ.   જ્યુસ જલજીરા, લસ્સી, દહીં મિલ્ક શેકનું સેવન કરીને હાઈડ્રેટ રહી શકો છો, આ સિવાય પુષ્કળ પાણી પીઓ. નારિયેળ પાણીનું સેવન કરો. આ સિવાય મીઠું અને ખાંડનું   લિક્વીડ પણ પી શકો છો. આ એક પ્રકારનું ઈલેક્ટ્રોલાઈટ છે જે શરીરમાં પાણીની કમી દૂર કરે છે.  

વિટામિન સી નું સેવન કરો
વિટામિન સીનું સેવન વધારે કરવુ જોઈએ. લીંબુ નારંગી જેવા ફળોનું વધુને વધુ સેવન કરો. કારણ કે વિટામિન સી શરીરનું તાપમાન ઘટાડે છે. વિટામિન સીમાં મોટી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે.  ફ્રી રેડિકલ્સથી બચવા માટે તમારા શરીરને એન્ટીઑકિસડન્ટોની જરૂર છે. તમારી ત્વચા સૂર્યના કિરણો અને પ્રદૂષણના ખતરાથી પોતાને બચાવી શકે છે. એટલા માટે ઉનાળામાં વિટામિન સીનું સેવન કરવું જરૂરી છે.

લીલા શાકભાજીનું સેવન કરો
લીલા શાકભાજી સેવન વધારે કરો. કારણ કે લીલા શાકભાજીમાં કેરોટીનોઈડ મળી આવે છે. તેનાથી શરીરમાં વિટામિન A બને છે. શરીરને સૂર્યપ્રકાશની ખરાબ અસરથી બચાવવા માટે લીલા શાકભાજીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. પાલક ફુદીના ગરમીમાં શ્રેષ્ઠ છે.તેને સૂપ, દાળ પરાઠા સલાડની સાથે અન્ય રીતે પણ ડાયેટમાં સામેલ કરી શકાય છે. તે આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે.તેમાં ફોલેટ અને પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે.

કેળા અને દહીંનું સેવન કરો
તમે ગરમીમાં તમારા ડાયેટમાં કેળા અને દહીંનો સમાવેશ કરી શકો છો. દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે. તે પેટને ઠંડુ રાખે છે. આ સાથે જ તમે ઉનાળામાં કેળાનું સેવન કરી શકો છો. કેળામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.

આ વસ્તુઓ લેવાનું ટાળો
સૌથી પહેલા તમે ઘરની બહાર નીકળો   તો ધ્યાનમાં રાખો કે તમારે વધુ પડતું તેલયુક્ત અથવા મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ. મસાલેદાર ખાવાથી તમારું પેટ અને શરીર ગરમ થાય છે. આ સિવાય ઠંડા કે રેફ્રિજરેટરમાં રાખેલા ખોરાકનું સેવન પણ ટાળવું જોઈએ. તેના કારણે તમને શરદીની સમસ્યા થઈ શકે છે. તમારે હાઈ પ્રોટીન અને શુગર યુક્ત વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ. આ સિવાય જો તમે ઉનાળામાં ચા કે કોફીનું સેવન કરતા હોવ તો તમને ડિહાઈડ્રેશનના લક્ષણો દેખાઈ શકે છે. સ્થિતિ   ખરાબ થઈ શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow