માત્ર ધોરણ 3 પાસ યુવાને બનાવ્યા ટ્રેન, બુલેટ સહિતના આબેહૂબ રિયલ મોડેલ

માત્ર ધોરણ 3 પાસ યુવાને બનાવ્યા ટ્રેન, બુલેટ સહિતના આબેહૂબ રિયલ મોડેલ

આવડત હોય તો કોઈપણ વ્યક્તિ વિશ્વના કોઈ ખૂણે પાછો પડતો નથી. કંઇક અલગ કરવાની નેમ સાથે રાજકોટમાં રહેતા એક વ્યક્તિએ કાર, બાઈક, ટ્રેનનું એન્જિન, ઇન્ડસ્ટ્રીના મશીનો વગેરેના આબેહૂબ રિયલ મોડેલ તૈયાર કર્યા છે. કોઈપણ જાતનો કોર્સ કે કોઈ પણ પ્રકારની તાલીમ વગર તેમણે માત્ર કોઠાસૂઝ- આવડતથી નવરાશના સમયમાં આ રિયલ મોડેલ તૈયાર કર્યા છે. જે ઇલેક્ટ્રિકથી ચાલુ પણ થાય છે. આ મોડેલનું પ્રદર્શન હાલ નેશનલ સાયન્સ ડે નિમિત્તે લોકવિજ્ઞાન કેન્દ્રમાં ખુલ્લું મુકાયું છે.  

મૂળ જૂનાગઢના સારંગપીપળી ગામના હાલ રાજકોટ રહેતા મુકેશભાઈ આસોડિયા માત્ર 3 ચોપડી ભણેલા છે. હાલ તેઓ રાજકોટમાં લુહારી ભઠ્ઠી કામ કરે છે. પરંતુ તેઓ પોતાના નવરાશના સમયમાં જુદા-જુદા ઉપકરણો બનાવે છે. સમય મળતા તેઓ પોતાની આગવી આવડતથી જુદા-જુદા ઉપકરણો બનાવ્યા છે. ટ્રેનના આબેહૂબ એન્જિન, બુલેટ, જીપ, ઇન્ડસ્ટ્રીઝને લગતા લેથ મશીન, સિમેન્ટ મિક્સર, વેલ્ડિંગ મશીન, ઘરઘંટી સહિતના 160 જેટલા ચાલુ રિયલ મોડેલ તેમણે બનાવ્યા છે.  

વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે, યંત્રો, ઉપકરણો, વાહનોના ભંગારમાંથી બનાવ્યા
તેમણે જણાવ્યું હતું કે, મેં જે યંત્રો, ઉપકરણો બનાવ્યા છે તે ઇલેક્ટ્રિકથી ચાલે છે. આ રિયલ મોડેલ બનાવવા માટે મેં ક્યાંય કોઈ ટ્રેનિંગ લીધી નથી, હું માત્ર મારી કોઠાસૂઝથી આ તમામ યંત્રો, વાહનો, મશીન બનાવું છું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ બધું મેં વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે, યંત્રો, ઉપકરણો, વાહનોના ભંગારમાંથી બનાવ્યા છે.  

સમય મળ્યે ભંગારના વાડામાંથી ઉપકરણો બનાવવા માટેનો સામાન લેવા નીકળી પડું છું. યુવાનો પોતાનામાં રહેલી આવડત ઓળખી શકે અને તેઓ જાગૃત થાય તેમજ પરીક્ષામાં નાપાસ થવા કે નોકરી ન મળવા જેવી બાબતમાં નિરાશ ન થાય તે માટે હું પ્રદર્શન યોજીને યુવાનોને જાગૃત કરવાનો પ્રયાસ કરું છું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow