વિટામિન B12ની ઉણપ શરીરને બનાવી શકે છે અંદરથી નબળું, આ 5 લક્ષણ દેખાવા લાગે તો થઈ જાવ સાવધાન

વિટામિન B12ની ઉણપ શરીરને બનાવી શકે છે અંદરથી નબળું, આ 5 લક્ષણ દેખાવા લાગે તો થઈ જાવ સાવધાન

આપણાં શરીરમા વિટામિન B12 એક અગત્યનું વિટામિન છે જેને શરીર પોતે નથી બનાવી શકતું. આ વિટામિનના લીધે જ આપણાં શરીરના લાલ રક્ત કોષ અને ડીએનએ (DNA)ને બનવામાં મદદ મળે છે.  તેની સાથે જ, વિટામિન B12 નર્વ સિસ્ટમને પણ સારી રીતે કામ કરવામાં મદદરુપ થાય છે. જો શરીરમાં વિટામિન B12 ની ખામી થાય તો આપણું શરીર ઘણા રોગનું ઘર બની શકે છે. આથી જ વહેલી તકે આ ખામીના લક્ષણ જાણવા જરૂરી છે.

વિટામિન B12 ની ખામીના લક્ષણ

શ્વાસ ફુલાવો
વિટામિન B12 ની કમીના લીધે શ્વાસ ફૂલાવા લાગે છે. વધુ શારીરિક કામ કર્યું હોય અને આવું થાય તો સમજી પણ શકાય પણ કામ કર્યા વિના આવું થવા લાગે અથવા તો ઍક-બે સીડીઓ ચઢતાની સાથે જ આવું થવા લાગે તો સમજવું કે આ એક વિટામિન B12 ની ખામીનું લક્ષણ છે.

ઝાંખું દેખાવું
વિટામિન B12 ની કમીના લીધે આંખોની રોશનીને નુકશાન થઈ શકે છે. જેથી જોવામાં તકલીફ પડી શકે છે કે ઝાંખું-ઝાંખું દેખાવવા લાગે છે. એટલે કે જો કોઈ આવી સમસ્યા જણાઈ તો વહેલા ધોરણે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

ચામડીનું પીળું પડવું  
જે લોકોના શરીરમાં વિટામિન B12 ની કમી હોય છે તેમના શરીરની ચામડી પીળી પડવા લાગે છે.પીળી પડતી ચામડી એ વાતનું સંકેત આપે છે કે શરીરમાં લાલ રક્ત કોષ ઓછા બની રહ્યા છે. જે વિટામિન B12 ની કમીના લીધે થાય છે.

થાક લાગવો
વિટામિન B12 ની કમીના લીધે શરીર કમજોર થવા લાગે છે. નાના એવા કામથી પણ થાક લાગવા લાગે છે. આવું લાલ રક્ત કોષ ઓચ્છા બનવાના અને રક્ત પ્રવાહ વ્યવસ્થિત રીતે ન થવાના લીધે થાય છે. આનાથી એનીમિયા પણ થઈ શકે છે.

માનસિક સ્થિતિ પર અસર પડે છે
જે વ્યક્તિના શરીરમાં વિટામિન B12 ની   કમી હોય છે તેમને માનસિક તકલીફો તથા તણાવ પણ જોવા મળે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow