Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

વિસનગરમાં જળબંબાકારની સ્થિતિ

Gujaratnow2 min read
વિસનગરમાં જળબંબાકારની સ્થિતિ

રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યારસુધી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે. શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો, જોકે છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. શનિવારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. જ્યારે રાજ્યના 206 ડેમની સ્થિતિની વાત કરીએ તો 46 ડેમ હાઇ એલર્ટ, 18 એલર્ટ અને 25 ડેમ વોર્નિંગ પર છે, જ્યારે સરદાર સરોવર ડેમ 56.78 ટકા ભરાયો છે. આજે વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

4 વાગ્યા સુધી 100 તાલુકાઓમાં વરસાદ આજે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી રાજ્યના 100 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના કપડવંજમાં ચાર ઇંચ, ભાવનગરના તળાજામાં અને સાબરકાંઠાના તલોદમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી માહોલ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં થોડા દિવસના વિરામ બાદ ગઈ રાતથી ફરીથી વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ શહેરના રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, જગતપુર, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં અડધા ઇંચ સુધી વરસાદ પડ્યો છે, જ્યારે ગાંધીનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કાળાં ડિંબાંગ વાદળો સાથે વરસાદી માહોલ છવાયો છે.

Gujaratnow2 min read

Related News