કુંવારી છોકરીએ જન્મ આપીને બાળકને એપાર્ટમેન્ટમાંથી ઘા કરીને ફેંકી દીધો, માસૂમનું મોત

કુંવારી છોકરીએ જન્મ આપીને બાળકને એપાર્ટમેન્ટમાંથી ઘા કરીને ફેંકી દીધો, માસૂમનું મોત

પૂર્વ દિલ્હીના કોંડલી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 20 વર્ષની છોકરીએ બાળકને જન્મ આપ્યા બાદ એપાર્ટમેન્ટમાંથી નીચે ફેંકી દીધું હતું. ઉંચાઈ પરથી પડી જતાં નવજાત બાળકનું મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે અપરિણીત છે, તેથી તેણે સામાજિક નિંદાથી બચવા માટે આ ભયંકર પગલું ભર્યું.

પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે તે અપરિણીત છે
ઘટના મયુર વિહાર વિસ્તારના જય અંબે એપાર્ટમેન્ટની છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.  પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે તે અપરિણીત છે. લગ્ન કર્યા વિનાની માતા હોવાને કારણે, તે બાળકથી છૂટકારો મેળવવા માંગતી હતી. તેથી તેણે બાળકને એપાર્ટમેન્ટના બાથરૂમની બારીમાંથી નીચે ફેંકી દીધો હતો.

એપાર્ટમેન્ટમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી
પોલીસે જણાવ્યું કે આ મામલે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે યુવતીના ઘરે તપાસ કરવામાં આવી ત્યારે ડસ્ટબીનમાં લોહીના નિશાન મળી આવ્યા હતા. ત્યારે નવજાતનું મૃત્યુ થયું છે. ડોકટરોએ જણાવ્યું કે માથામાં ગંભીર ઈજાના કારણે નવજાત કોમામાં જતું રહ્યું, ત્યારબાદ તેનું મૃત્યુ થયું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow