આ વર્ષે જ તેંડુલકરનો રેકૉર્ડ તોડી શકે છે વિરાટ કોહલી: બંનેની સદીના આંકડા વચ્ચે અંતર થયું ઓછું

આ વર્ષે જ તેંડુલકરનો રેકૉર્ડ તોડી શકે છે વિરાટ કોહલી: બંનેની સદીના આંકડા વચ્ચે અંતર થયું ઓછું

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના કરિયરની 45મી સેન્ચુરી મારી હતી. ગુવાહાટીમાં શ્રીલંકા વિરૂદ્ધ થયેલી સીરિઝના પહેલા વનડે મેચમાં વિરાટ કોહલીએ 113 રનોની ઈનિંગ રમી.  

કિંગ કોહલીની આ ઈનિંગના દમપર ઈન્ડિયાએ 373નો સ્કોર પણ કર્યો. એક વખત ફરિ જબરદસ્ત ફોર્મમાં પરત ફરેલા કોહલીને લઈને હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે તે ટૂંક સમયમાં જ સચિન તેંડુલકરની સેન્ચુરીનો રેકોર્ડ તોડી શકે છે.  

વનડેમાં તૂટી જશે સચિનનો રેકોર્ડ
વિરાટ કોહલીએ પોતાના છેલ્લા બે વનડે મેચમાં સેન્ચુરી મારી છે. તેની સાથે તેના કુલ વનડે સેન્ચુરીના સંખ્યા 45 થઈ ગઈ છે.  

વનડે ક્રિકેટમાં સૌથી વધારે સેન્ચુરીના રેકોર્ડ સચિન તેંડુલકરના નામ છે. તેમણે પોતાના કરિયરમાં 49 સેન્ચુરી મારી છે.  

એટલે કે વિરાટ કોહલી ફક્ત 4 સેન્ચુરી બાદ સચિનના રેકોર્ડની બરાબરી કરી લેશે. સાથે જ 5મી સેન્ચુરી કરતા તે પોતાની પચાસ સેન્ચુરી પણ પુરી કરી લેશે.  

ખાસ વાત એ છે કે વિરાટ કોહલીને પોતાના 45 વનડે સેન્ચુરીને પુરી કરવામાં ખૂબ ઓછી ઈનિંગ લાગી હતી.  

વિરાટ કોહલીએ આ ઉપલ્બ્ધુ ફક્ત 257 ઈનિંગમાં મેળવી છે. જ્યારે સચિને આ ઉપલબ્ધિ 424 ઈનિંગમાં મેળવી છે.

45 સેન્ચુરી માટે કુલ કેટલી ઈનિંગ રમી?

  • 257- વિરાટ કોહલી
  • 424- સચિન તેંડુલકર
  • વિરાટ કોહલી જે ફોર્મમાં છે તેમના માટે આ રેકોર્ડ હવે દૂર નથી. જણાવી દઈએ કે આ વર્ષે વર્લ્ડ કપ રમાવવાનો છે. એવામાં બની શકે છે કે વિરાટ કોહલી આ પહેલા જ સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડી દે.  ટીમ ઈન્ડિયાને હાલ આ સીરિઝમાં 2 મેચ રમવાની છે. આ બાદ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરીદ્ધ પણ 3-3 વનડે મેચ થવાની છે. એટલે કે માર્ચ સુધી વિરાટ કોહલીની પાસે 8 મેચ હશે. જ્યાર બાદ પણ વર્લ્ડ કપ પહેલા અમુક સીરિઝ થવાની છે.
  • વનડેમાં ક્રિકેટમાં સૌથી વધારે સેન્ચુરી
  • સચિન તેંડુલકર- 463 મેચ, 49 સેન્ચુરી
  • વિરાટ કોહલી- 266 મેચ, 45 સેન્ચુરી
  • રિકી પોંટિંગ- 375 મેચ, 30 સેન્ચુરી
  • રોહિત શર્મા-236 મેચ, 29 સેન્ચુરી
  • સનથ જયસૂર્યા- 445 મેચ, 28 સેન્ચુરી

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow