વિરાટ કોહલીએ લક્ઝરી વિલાને કરોડોમાં ખરીદ્યો

વિરાટ કોહલીએ લક્ઝરી વિલાને કરોડોમાં ખરીદ્યો

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ હાલમાં જ મુંબઈના અલીબાગમાં આવેલા આવાસ વિલેજમાં એક લક્ઝરી વિલા ખરીદ્યો છે. વિરાટ કોહલીએ 2000 સ્ક્વેર ફૂટમાં આવેલા આ વિલાને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સાથે જ આ વિલામાં 400 સ્ક્વેર ફૂટમાં સ્વિમિંગ પૂલ પણ આવેલો છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં વિરાટની આ બીજી પ્રોપર્ટી છે. અગાઉ પણ વિરાટ-અનુષ્કાએ ગિરાડ વિલેજમાં આવેલું એક ફાર્મહાઉસ ખરીદ્યું હતું.

36 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરી, ઋત્વિક રોશનની એક્સ વાઇફે ડિઝાઇન કર્યો છે
વિરાટ કોહલીએ ખરીદેલા આ આલીશાન વિલાની કિંમત 6 કરોડ રૂપિયા છે. જેના માટે તેઓએ 36 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ વિલામાં 400 સ્ક્વેર ફૂટમાં સ્વિમિંગ પૂલ પણ આવેલો છે. તો એવું પણ જાણવા મળ્યું છે કે બોલિવૂડ અભિનેતા સંજય ખાનની પુત્રી અને ઋત્વિક રોશનની એક્સ વાઇફ સુઝેન ખાને આ પ્રોજેક્ટનું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે.

એડવોકેટ મહેશ મ્હાત્રેના જણાવ્યા પ્રમાણે, આવાસ તેની પ્રાકૃતિક સુંદરતાને કારણે પસંદગીનું સ્થળ છે. આવાસ માંડવા જેટીથી 5 મિનિટના અંતરે છે. સ્પીડ બોટથી હવે મુંબઈનું અંતર 15 મિનિટનું થઈ ગયું છે. મહેશ મ્હાત્રે કે જેઓ આવાસ લિવિંગ અલીબાગ એલએલપીના કાનૂની સલાહકાર તરીકે કામ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં વ્યસ્ત છે. જેના કારણે તેમના ભાઈ વિકાસ કોહલી રજિસ્ટ્રેશનની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં ગયા હતા. કોહલીએ ટ્રાન્ઝેક્શન માટે 36 લાખની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી હતી. આ ડીલમાં વિરાટને 400 સ્ક્વેર ફૂટનો સ્વિમિંગ પૂલ પણ મળશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow