નવા વર્ષની શરૂઆતમાં વૃંદાવન પહોંચ્યા વિરાટ-અનુષ્કા, નીમ કરોલી બાબાના આશ્રમમાં લગાવ્યું ધ્યાન

નવા વર્ષની શરૂઆતમાં વૃંદાવન પહોંચ્યા વિરાટ-અનુષ્કા, નીમ કરોલી બાબાના આશ્રમમાં લગાવ્યું ધ્યાન

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દુબઈમાં નવું વર્ષ સેલિબ્રેટ કરીને ભારત પરત ફર્યા છે. બંને દેશ પરત ફરતાની સાથે જ રિલીજીયસ પ્રવાસ પર પહોંચી ગયા છે. હાલમાં જ બંને વૃંદાવનમાં જોવા મળ્યા હતા. વૃંદાવનમાં બંને નીમ કરોલી બાબાના સમાધિ આશ્રમ પહોંચ્યા. વિરાટ- અનુષ્કાના મેનેજરે જણાવ્યું કે બંને ધાર્મિક યાત્રા પર છે.

વિરાટ અને અનુષ્કાએ આ દરમિયાન મીડિયાથી અંતર રાખ્યું હતું. મળતી માહિતી મુજબ, બંનેએ લગભગ એક કલાક સુધી આશ્રમની અંદર રહીને ધ્યાન કર્યું. વિરાટ અને અનુષ્કા નીમ કરોલી બાબાના પરમ ભક્ત છે. ગયા વર્ષે પણ બંને ઉત્તરાખંડના કૈંચી ધામ સ્થિત તેમના આશ્રમ પહોંચ્યા હતા.  

આશ્રમમાં તપ કરીને લીધા આશીર્વાદ
4 જાન્યુઆરીની સવારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વૃંદાવનના પ્રખ્યાત નીમ કરોલી બાબાની સમાધિ સ્થળની મુલાકાત લીધી હતી. આ પછી બંને માતા આનંદમયી આશ્રમ જવા રવાના થયા. તેમનો કાર્યક્રમ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યો હતો.  

વિરાટ-અનુષ્કા બુધવારે બપોરે વૃદાનવન પહોંચવાના હતા પરંતુ તેઓ તેમના નિર્ધારિત કાર્યક્રમ પહેલા સવારે નીમ કરોલી બાબાના સમાધિ આશ્રમ પહોંચ્યા હતા. બંનેએ આશ્રમમાં ધ્યાન કર્યું અને આશીર્વાદ મેળવ્યા. આ દરમિયાન બંનેએ ત્યાંના સ્થાનિકો સાથે કેટલાક ફોટા પણ ક્લિક કર્યા હતા.

નીમ કરોલી બાબાના ભક્ત છે અનુષ્કા અને વિરાટ
અનુષ્કા અને વિરાટ નીમ કરોલી બાબાના પરમ ભક્ત છે. ગયા વર્ષે નવેમ્બરમાં બંને ઉત્તરાખંડના કાકડી ઘાટ સ્થિત નીમ કરોલી બાબાના આશ્રમ પહોંચ્યા હતા. બંનેએ ત્યાં હનુમાનજીના મંદિરની સામે માથું ટેકવ્યું હતું. વિરાટ અને અનુષ્કાને નીમ કરોલી બાબામાં ઘણી શ્રદ્ધા છે, તેથી જ જ્યારે પણ સમય મળે છે ત્યારે બંને નીમ કરોલી બાબાના આશ્રમમાં જાય છે.  

કોણ છે નીમ કરોલી બાબા
નીમ કરોલી બાબા દેશના મહાન સંતોમાંના એક માનવામાં આવે છે. તેમના ભક્તો પણ તેમને દિવ્યપુરુષ માને છે. ઉત્તરાખંડના કાકડી ધામ સ્થિત તેમના આશ્રમમાં દેશ-વિદેશમાંથી ભક્તો આવતા રહે છે.

પીએમ મોદી સહિત એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ અને હોલીવુડ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ પણ તેમના ભક્તોમાં સામેલ છે. નીમ કરોલી બાબા હનુમાનજીના ઉપાસક હતા. તેમના ભક્તો તેમને હનુમાનજીનું સ્વરૂપ માને છે. જો કે નીમ કરોલી બાબા હવે આ દુનિયામાં નથી, તેમ છતાં તેમના ભક્તો તેમને ખૂબ જ ભક્તિભાવથી યાદ કરે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow