Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🥅 Sports

વિજય હજારે ટ્રોફીમાં ફિફ્ટી ફટકારી; સિરાજે 3 વિકેટ લીધી, મયંક અગ્રવાલની સદી

Gujaratnow1 min read
વિજય હજારે ટ્રોફીમાં ફિફ્ટી ફટકારી; સિરાજે 3 વિકેટ લીધી, મયંક અગ્રવાલની સદી

ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરે (82 રન) વિજય હઝારે ટ્રોફીમાં હાફ સેન્ચુરી ફટકારીને પોતાની ફિટનેસ સાબિત કરી દીધી છે. તે જયપુરમાં હિમાચલ પ્રદેશ સામે મુંબઈની કેપ્ટનશિપ કરી રહ્યો છે. અય્યરની ન્યૂઝીલેન્ડ સામેની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે, જોકે તેનું રમવું ફિટનેસ સાબિત કરવા પર નિર્ભર છે.

અય્યર સિવાય, સૂર્યકુમાર યાદવ 24 રન અને મુશીર ખાન 73 રન બનાવીને આઉટ થયા હતા. આ મેચમાં યશસ્વી જાયસ્વાલ 15 અને સરફરાઝ ખાને 21 રન બનાવ્યા હતા. મુંબઈએ 33 ઓવરમાં 299 રન બનાવ્યા છે. બીજી તરફ, ગોવા સામે 212 રનનો પીછો કરી રહેલી પંજાબની ટીમના ઓપનર પ્રભસિમરન સિંહ 2 અને ભારતીય કેપ્ટન શુભમન ગિલ 11 રન બનાવીને આઉટ થયા હતા. 16 ઓવર પછી ટીમનો સ્કોર 65/3 છે.

બિહારે પ્લેટ ગ્રુપનો ખિતાબ જીતી લીધો છે. ટીમે રાંચીમાં રમાયેલી ફાઈનલ મેચમાં મણિપુરને 6 વિકેટે હરાવ્યું. બિહારે આયુષ લોહરુકાના 75 રનની મદદથી 170 રનનો ટાર્ગેટ 31.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ પહેલા મણિપુર 47.5 ઓવરમાં 169 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. શાબિર ખાને હેટ્રિક સહિત 7 વિકેટ ઝડપી હતી. તેણે 8 ઓવરની બોલિંગમાં 30 રન આપ્યા હતા.

Gujaratnow1 min read

Related News