વિદેશમાં કમાની બોલબાલા:અમેરિકામાં કિર્તીદાન ગઢવીના ચાલુ ડાયરામાં ગુજરાતીએ કમા માટે 500 ડોલરની નોટ ભેટમાં આપી

વિદેશમાં કમાની બોલબાલા:અમેરિકામાં કિર્તીદાન ગઢવીના ચાલુ ડાયરામાં ગુજરાતીએ કમા માટે 500 ડોલરની નોટ ભેટમાં આપી

સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારિયા ગામનો દિવ્યાંગ કમો હાલ સેલિબ્રિટી બની ગયો છે. લોકડાયરામાં કલાકારો અને આયજકો કમાને બોલાવી રહ્યા છે. ત્યારે કમાને સેલિબ્રિટી બનાવનાર કિર્તીદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે છે. પ્રિ-નવરાત્રિને લઈને કિર્તીદાન ગઢવી પોતાના ગીતો પર અમેરિકાની ધરતી પર ગુજરાતીઓને ડોલાવી રહ્યા છે. ત્યારે અમેરિકાની ધરતી પર યોજાયેલ ડાયરામાં એક ગુજરાતી હરિકાકાએ કમાને યાદ કર્યો હતો અને તેમણે કમા માટે 500 ડોલરની નોટ ભેટ સ્વરૂપે કિર્તીદાન ગઢવીને આપી હતી. કિર્તીદાન ગઢવીએ પણ કમાની ભેટ જુદી રાખી મોકલવાની સૂચના તેમની ટીમના સભ્યોને આપી હતી.

અમેરિકામાં કિર્તીદાને કમાનું ફેવરિટ ગીત ગાયું
કિર્તીદાને ચાલુ ડાયરામાં હરિકાકા પાસેથી કમા માટે 500 ડોલરની નોટ સ્વીકારી હતી. બાદમાં કહ્યું હતું કે, કમાનું હાલી ગયું છે, બાદમાં કિર્તીદાને કમાનું ફેવરિટ ગીત રસિયો રૂપાલો રંગ રેલિયો ગીત પણ ગાયું હતું. તેમજ કિર્તીદાને કહ્યું હતું કે, અમેરિકામાં લોકો કહે છે કે, કમાને લઈ આવો પણ અમારા વીઝા માંડ થાય છે. પણ એનું પણ અમેરિકા આવવાનું કઈક થઈ જશે. કમાને દુબઈના ડાયરામાં લઈ જવાની વાત કરી તો એક ભાઈએ પોતે સ્પોન્સરશીપ લેવાની વાત કરી હતી.

કિર્તીદાને ઉત્તર ગુજરાતના ગીતોની રમઝટ બોલાવી
કિર્તીદાન ગઢવીએ ડાયરામાં જણાવ્યું હતું કે, આવતીકાલે શિકાગોમાં પ્રિ-નવરાત્રિનું આયોજન છે તો બાકી રહી ગયા હોય એ આવી જાજો, આવો જલ્સો નહીં થાય. ત્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની રજા છે, ત્યારે કિર્તીદાન ગઢવી ખુશ થઈને બોલ્યા કે વારી જાવ તમારા પર. બાદમાં ઉત્તર ગુજરાતીઓના વખાણ કર્યા અને ઉત્તર ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow