પઠાણ' વિવાદ પર VHPએ ખોલ્યો મોરચો, આપ્યું એવું નિવેદન કિંગખાનનું વધ્યું ટેન્શન, કહ્યું નહીંતર..

પઠાણ' વિવાદ પર VHPએ ખોલ્યો મોરચો, આપ્યું એવું નિવેદન કિંગખાનનું વધ્યું ટેન્શન, કહ્યું નહીંતર..

ઘણા દિવસો બાદ દીપિકાનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો

'બેશરમ રંગ' ગીત આવતા જ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની કેમિસ્ટ્રીની ચર્ચા સોશિયલ મીડિયામાં ખૂબ થઇ છે. ગીતમાં પ્રશંસકોને ઘણા દિવસો બાદ દીપિકાનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો. પરંતુ આ દરમ્યાન ગીતના એક ખાસ સીનને લઇને હોબાળો શરૂ થયો. જેમાં દીપિકાએ ઓરેન્જ કલરની બિકિની પહેરી હતી.

વિશ્વ હિન્દુ પરિષદે ગીત પર દર્શાવ્યો વાંધો

વિશ્વ હિન્દુ પરિષદે પણ આ ગીતને લઇને વાંધો દર્શાવ્યો. સંગઠનના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું હતુ કે ભગવા રંગને બેશરમ ગણાવી છીછરી અને વાંધાજનક પ્રકારની એક્ટિવિટી કરવી એન્ટી હિન્દુ માનસિકતાની હદ છે. આ વિવાદ દરમ્યાન શાહરૂખ ખાન કોલકત્તા ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યા અને ત્યાં તેમણે સોશિયલ મીડિયા અંગે વાતચીત કરતા એક સારી સ્પીચ આપી. શાહરૂખની સ્પીચ જનતાને વધુ પસંદ આવી. પરંતુ આ ગીતને લઇને ચાલતો વિવાદ હવે વધુ ગરમ થયો છે.

‌                                                         'પઠાણ'ની રીલીઝ રોકવાની ધમકી

શાહરૂખની સ્પીચનો પલટવાર કરતા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી પણ નિવેદન સામે આવ્યું છે. સંગઠનના જોઈન્ટ સેક્રેટરી સુરેન્દ્ર જૈને કહ્યું કે શાહરૂખ ખાન અહંકારી વર્તન કરી રહ્યાં છે. તેમણે કહ્યું, માફી માંગવાના બદલે શાહરૂખ ખાન અહંકારી વર્તન કરી રહ્યાં છે. કોલકત્તામાં ખાને કહ્યું કે ભારતનુ સોશિયલ મીડિયા સંકુચિત માનસિકતાવાળુ થઇ ગયુ છે. જૈને વધુમાં કહ્યું, જો શાહરૂખ માફી નહીં માંગે તો અમે તેમની ફિલ્મ રીલીઝ નહીં થવા દઈએ. તેમનુ કહેવુ છે કે ભગવા રંગને બેશરમ રંગ ગીતમાં બતાવીને શાહરૂખની પઠાણે હિન્દુ ધર્મ અને આખા ભારતનુ અપમાન કર્યુ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow