વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે અને એના કારણે આપોઆપ સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટતી જાય છે તથા અસ્તિત્વ માટે લડવું પડે એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, એ બાબતે ચિંતા વ્યક્ત કરી ઓછામાં ઓછાં ત્રણથી ચાર બાળક પેદા કરવાં જોઇએ.
'વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ શરૂ થયો છે' આર.પી.પટેલે આગળ જણાવ્યું હતું કે સમાજમાં ભ્રૂણ હત્યાનું દૂષણ બંધ થયા બાદ ‘વન ચાઇલ્ડ’નો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે અને કેટલાક પરિવારે તો ‘નો ચાઇલ્ડ’નો ટ્રેન્ડ શરૂ કર્યો છે. સમાજની ઘટતી જતી વસતિ વચ્ચે અસામાજિક તત્ત્વો દ્વારા જમીન અને મિલકતના જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એ સામે સમાજ સંગઠિત થઈને નહીં લડે તો આપણી સંપત્તિ-જમીન જતાં વાર નહીં લાગે, જોકે આ નિવેદન બાદ વિવાદ થયો છે. હવે તેમને શરદી-ઉધરસ અને ઊલટી થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ નિવેદન મામલે અલ્પેશ કથીરિયાથી લઈ લાલજી પટેલ સહિતના પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. જો કે પાટીદાર સમાજના આગેવાનોમાં આ અંગે વિરોધાભાસ જોવા મળ્યો હતો.