વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૧૧મી જાન્યુઆરીએ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૧૧મી જાન્યુઆરીએ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૧૧મી જાન્યુઆરીએ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
૦૦૦
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું રાજકોટમાં કલેકટર કચેરી ખાતે પત્રકારોને સંબોધન
૦૦૦
વી.જી.આર.સી.થી સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે: શ્રી હર્ષભાઈ સંઘવી
૦૦૦
ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને તેમના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવવાનો ગુજરાત સરકારનો અભિગમ આવકાર્ય: પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
૦૦૦

રાજકોટ, તા. ૫ જાન્યુઆરી -

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાના-મોટા ઉદ્યોગકારોની મુશ્કેલીઓ, પ્રશ્નો અને રજૂઆતોનો તત્કાલ હલ કરીને તેઓ વધુ રોકાણ કરીને ઉદ્યોગ-ધંધાનો વિકાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સાથે તમામ વિભાગો સાથે ગ્રુપ બેઠક પણ યોજવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે અને આગામી દિવસોમાં દેશ અને દુનિયામાંથી વધુ રોકાણ આવી શકે તે માટે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ મહેસાણામાં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશમાં સૌથી વધુ રોકાણ લાવવામાં સફળ રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૧૧મી જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરવામાં આવશે. આ કોન્ફરન્સ તેમજ ત્યારબાદના દિવસોમાં પણ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, રાજકોટ મેન્યુફેક્ચરિંગ સહિત તમામ સેક્ટરમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ હજુ પણ વધુ ઝડપથી વિકાસ થઈ શકે અને વેપારીઓ, ઉદ્યોગકારો, ઉત્પાદકો વધુ સરળતાથી કામ કરી શકે તે માટે આજે તેઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ ઔદ્યોગિક નીતિઓ અંતર્ગત રાજ્યના ૧૦, ૪૩૫ ઉદ્યોગકારોને રૂ. ૯૫૬.૫૧ કરોડની પ્રોત્સાહક સહાયનું આજે રાજકોટથી વિતરણ કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ ઔદ્યોગિક માળખાકીય સુવિધાની યોજના, લઘુ ઉદ્યોગો અંગેની યોજના વગેરે જેવી યોજનાઓ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના ૧૩૭ ઉદ્યોગકારોને કુલ રૂપિયા ૬૬૧ કરોડથી વધુ રકમના મંજૂરીપત્રોનું વિતરણ અહીંથી કરવામાં આવનાર છે. દેશમાં ગુજરાત એ સૌથી ઝડપથી ઇન્સેન્ટિવ આપતું રાજ્ય છે. આ કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે માટે ઉદ્યોગ વિભાગ દ્વારા દિવસ-રાત કામગીરી કરવામાં આવતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

આગામી દિવસોમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સૌ નાગરિકોના સહયોગથી રાજ્યમાં વધુમાં વધુ રોકાણ લાવીને વિકાસના માર્ગે અગ્રેસર રહેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

જ્યારે પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, ઉદ્યોગકારો અને વેપારીઓ વિવિધ ઉત્પાદનો અને વેપાર-ધંધા થકી રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે ત્યારે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ઉદ્યોગકારોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લાવી શકાય તેમજ નીતિ વિષયક પ્રશ્નનો તાત્કાલિક રાજ્યસ્તરેથી નિકાલ લાવી શકાય તે માટે આજે અહીં ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી હતી, તેને હું આવકારું છું.

આ પ્રેસ કોન્ફરન્સમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી જયંતિ રવિ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા, ધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઇ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ સહિતના વરિષ્ઠ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Read more

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના માધ્યમથી રાજકોટના પટોળા ગૃહ ઉદ્યોગને મળશે વૈશ્વિક ફલક

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના માધ્યમથી રાજકોટના પટોળા ગૃહ ઉદ્યોગને મળશે વૈશ્વિક ફલક

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના માધ્યમથી રાજકોટના પટોળા ગૃહ ઉદ્યોગને મળશે વૈશ્વિક ફલક ત્રણ પેઢીથી પટોળા હસ્તકલાને આગળ ધપાવતાં પરિવારની નવી પે

By Gujaratnow
‘વોકલ ફોર લોકલ’થી ‘ગ્લોબલ એક્સીલન્સ’ સુધી રાજકોટનું શ્રીરામ એરોસ્પેસ પ્રધાનમંત્રીશ્રીના વિઝનને આપે છે નવી ગતિ

‘વોકલ ફોર લોકલ’થી ‘ગ્લોબલ એક્સીલન્સ’ સુધી રાજકોટનું શ્રીરામ એરોસ્પેસ પ્રધાનમંત્રીશ્રીના વિઝનને આપે છે નવી ગતિ

રાજકોટમાં આગામી જાન્યુઆરીમાં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ (VGRC) – કચ્છ અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં વૈશ્વિક એરોસ્પેસ

By Gujaratnow
રાજકોટમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચ પૂર્વે સ્ટેડિયમમાં આતંકી હુમલાની મોકડ્રીલ

રાજકોટમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચ પૂર્વે સ્ટેડિયમમાં આતંકી હુમલાની મોકડ્રીલ

રાજકોટના જામનગર રોડ પર આવેલ ખંઢેરી ગામ સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે મેચ રમાય તે પહેલા આજે સવા

By Gujaratnow
ટીલાળા ચોક પાસે ડમ્પરે આંટો મારવા નીકળેલા પિતા-પુત્રીને અડફેટે લીધા

ટીલાળા ચોક પાસે ડમ્પરે આંટો મારવા નીકળેલા પિતા-પુત્રીને અડફેટે લીધા

રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના નવા 150 ફૂટ રિંગરોડ ઉપર ટીલાળા ચોક પાસે કાળમુખા ડમ્પરે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રી રસ્તા

By Gujaratnow