વૈશાખ પૂનમ ભગવાન વિષ્ણુની પૂજાનો તહેવાર

વૈશાખ પૂનમ ભગવાન વિષ્ણુની પૂજાનો તહેવાર

આજે વૈશાખ માસની પૂનમ છે. આ દિવસને પીપળ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે પીપળની વિશેષ પૂજા શાસ્ત્રોમાં કરવામાં આવી છે.

સ્કંદ, પદ્મ અને શ્રીમદ ભાગવત મહાપુરાણ અનુસાર આ વૃક્ષમાં તમામ દેવતાઓ અને પૂર્વજોનો વાસ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પીપળો એ ભગવાન વિષ્ણુનું જીવંત અને સંપૂર્ણ મૂર્ત સ્વરૂપ છે.

પૂનમના દિવસે પિતૃઓ માટે કરવામાં આવતી પૂજાથી પિતૃઓ તો તૃપ્ત થાય જ છે, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેથી જ વૈશાખ માસની પૂર્ણિમાએ પીપળની પૂજા કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

શ્રીમદ ભાગવતમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે, પીપળો તેમનું એક સ્વરૂપ છે, તેથી પીપળાની પૂજા કરવાથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને આપણાં દુઃખ દૂર કરે છે. આ જ કારણ છે કે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા માટે વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. તેને અશ્વત્થ પણ કહેવામાં આવે છે.

સ્કંદ પુરાણ અનુસાર પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ, દાંડીમાં કૃષ્ણ અને ફળો અને ફૂલોમાં તમામ દેવતાઓનો વાસ છે. પીપળાને ભગવાન વિષ્ણુનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે પીપળાનું વૃક્ષ તમામ વૃક્ષોમાં શ્રેષ્ઠ છે કારણ કે તે વાસ્તવમાં મારું સ્વરૂપ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow