ઉત્તરાખંડમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી
ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોનાં મોત થયાં છે. ટિહરીના પોલીસ અધીક્ષક આયુષ અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. 17થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે. મૃતકોમાં દિલ્હી, ગુજરાત, યુપી અને બેંગલુરુના લોકોનો સમાવેશ થાય છે. ગુજરાતના સૌથી વધુ 5 લોકો ઘાયલ પણ થયા હતા, અમદાવાદના ચૈતન્ય જોશી (60) અને દીપલ જોશી (50)ને ગંભીર હાલતમાં AIIMS ઋષિકેશમાં રિફર કરવામાં આવ્યા હતા. તેમજ રાજ્યના પ્રશાંત ધ્રુવ (71), પ્રતિભા ધ્રુવ (70) અને આનંદ પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા.
મૃતકોમાં દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશના લોકો આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા: દિલ્હીની અનિતા ચૌહાણ, ગુજરાતના પાર્થસારથી મધુસુદન જોશી, મહારાષ્ટ્રની નમિતા પ્રબોધ, બેંગલુરુના અનુજ વેંકટરમન અને ઉત્તર પ્રદેશના સહારનપુરના આશુ ત્યાગી. બધા મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.