વ્યાજખોર પિતા-પુત્રએ 18 વીઘા જમીન પચાવી કાકા-ભત્રીજા પર હુમલો કર્યો

વ્યાજખોર પિતા-પુત્રએ 18 વીઘા જમીન પચાવી કાકા-ભત્રીજા પર હુમલો કર્યો

રાજકોટના ઉમરાળીમાં રહેતા પ્રૌઢ અને તેના ભત્રીજા પર ગામમાં જ રહેતા વ્યાજખોર પિતા-પુત્રએ હુમલો કરતાં ઘવાયેલા કાકા ભત્રીજા બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, વ્યાજખોરોએ 18 વીઘા જમીન પર કબજો જમાવી દીધો હતો, મુદ્દલ રકમ કરતા વધુ રકમ ચૂકવાઇ ગઇ હોવા છતાં નાણાંની પઠાણી ઉઘરાણી કરતા હોય પોલીસે બંને સામે ગુનો નોંધ્યો હતો.

ઉમરાળી ગામે રહેતા પ્રફૂલચંદ્ર નાનાલાલ જોશી (ઉ.વ.55) શનિવારે સાંજે પોતાના ઘરે હતા ત્યારે ગામમાં જ રહેતો કનુ પીઠા ડવ અને તેનો પુત્ર કુલદીપ ડવ ત્યાં ધસી ગયા હતા અને શેરીમાં ઊભા રહી ગાળો ભાંડવા લાગ્યા હતા, પ્રફૂલચંદ્ર ઘરની બહાર નીકળતાં હમણાથી કેમ વ્યાજ આપતો નથી તેમ કહી પિતા-પુત્ર તેના પર લાકડીથી તૂટી પડ્યા હતા, પ્રફૂલચંદ્રને બચાવવા દોડેલા તેના ભત્રીજા બિપીનભાઇ ભાનુભાઇ જોશી (ઉ.વ.39)ને પણ હુમલાખોરોએ માર માર્યો હતો, હુમલો થતાં દેકારો મચી જતાં હુમલાખોર પિતા-પુત્ર નાસી ગયા હતા, હુમલામાં ઘવાયેલા કાકા ભત્રીજાને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રફૂલચંદ્રએ આ અંગે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 14 વર્ષ પૂર્વે પોતે અમદાવાદ શરાફી પેઢીમાં નોકરી કરતા હતા ત્યારે નાણાંની જરૂરિયાત ઊભી થતાં કનુ પીઠા ડવ પાસેથી રૂ.2 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા, ત્યારબાદ પ્રફૂલચંદ્રના ભત્રીજા મીરજ ભાનુભાઇ જોશીએ કુલદીપ ડવ પાસેથી રૂ.2 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા, કાકા ભત્રીજા બંને નિયમિત વ્યાજ ચૂકવતા હતા છતાં કનુ ડવે પ્રફૂલચંદ્રના પિતાના નામની 18 વીઘા જમીન પર કબજો જમાવી દીધો હતો, મુદ્દલ રકમ કરતા અનેક મોટી રકમ કાકા ભત્રીજાએ ચૂકવી દીધી હતી છતાં વ્યાજખોર પિતા-પુત્રની આર્થિક ભૂખ સમી નહોતી અને સતત વ્યાજની ઉઘરાણી શરૂ કરતા હતા, કેટલાક સમયથી પ્રફૂલચંદ્ર અને તેનો ભત્રીજો વ્યાજ નહીં ચૂકવી શકતા શનિવારે વ્યાજખોર પિતા-પુત્ર તેના ઘરે ધસી ગયા હતા અને હુમલો કર્યો હતો. પોલીસે વ્યાજખોરી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વ્યાજખોર પિતા-પુત્રની શોધખોળ શરૂ કરી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow