ડુંગળીની છાલનો આ રીતે કરો ઉપયોગ, થોડા જ સમયમાં સ્કિન પર ચમક આવી જશે

ડુંગળીની છાલનો આ રીતે કરો ઉપયોગ, થોડા જ સમયમાં સ્કિન પર ચમક આવી જશે

સ્કિનને ચમકદાર બનાવવાનુ કામ કરે છે

ડુંગળી છોલતી વખતે દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય છે, પરંતુ આ છાલ તમારા ચહેરાને ચમકદાર બનાવે છે. ડુંગળીના ફોતરામાં રહેલા પોષક તત્વ સ્કિનને ગ્લોઈંગ બનાવવાનુ કામ કરે છે. જેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, ફાઈબર અને એન્ટી ઑક્સિડેન્ટ્સ જેવા ન્યુટ્રીએન્ટ્સ હોય છે, જે સ્કિનને સુંદર બનાવવાનુ કામ કરે છે. ડુંગળીની છાલને ઘરમાં રહેલી અમુક ચીજ વસ્તુઓ સાથે મિલાવીને ચહેરા પર લગાવવી ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ગુલાબજળ સાથે

ગુલાબજળની સાથે ડુંગળીની છાલનો ઉપયોગ કરવાથી ખીલ-ફોલ્લીની પરેશાની દૂર થાય છે. ડુંગળીની છાલને બારીક રીતે પીસીને તેમાં ગુલાબજળ મિક્સ કરો અને પેસ્ટ બનાવી નાખો. જેને 5-6 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યાં બાદ ધોઈ નાખો. ડુંગળીમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ ખીલ-ધબ્બાને દૂર કરશે.

નાશપતી સાથે

નાશપતીની સાથે ડુંગળીની છાલ મિલાવીને ફેસ માસ્ક બનાવી શકાય છે. આ નેચરલ ફેસ માસ્ક બનાવવા માટે ડુંગળીની છાલને ઉકાળો અને ફિલ્ટર કરો. આ પાણીમાં નાશપતીનો ગુદો અને થોડુ દૂધ મિક્સ કરો અને 3-4 મિનિટ માટે ઉકાળો. આ પેસ્ટને 5-7 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યાં બાદ ધોઈ નાખો.

ઓટ્સની સાથે

ઓટ્સની સાથે ડુંગળીની છાલને મિલાવવાથી સ્ક્રબ બનાવી શકો છો. સ્ક્રબ બનાવવા માટે એક વાસણમાં ઓટ્સ અને બીજા વાસણમાં ડુંગળીની છાલને ઉકાળો. ઠંડુ થયા બાદ બંનેને મિક્સ કરો. ઉપરથી મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ સ્ક્રબનો ઉપયોગ ચહેરા પર કરવાથી ડ્રાયનેસ દૂર થઇ જશે અને ચહેરા પર ચમક દેખાશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow