યુએસ બેન્ક કટોકટી : મ્યુ.ફંડસમાં બેન્કિંગ ક્ષેત્રે 6%થી વધુનો ઘટાડો

યુએસ બેન્ક કટોકટી : મ્યુ.ફંડસમાં બેન્કિંગ ક્ષેત્રે 6%થી વધુનો ઘટાડો

અમેરિકાની સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્ક ફડચામાં ગયા બાદ સમગ્ર વિશ્વના બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરના રોકાણકારોના સેન્ટિમેન્ટને પ્રતિકૂળ અસર થતા ગત સપ્તાહે બેન્કિંગ મ્યુ. ફંડમાં 6% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. યુએસની બે બેન્કોની નિષ્ફળતાને કારણે સમગ્ર વિશ્વની ફાઇનાન્સિયલ સિસ્ટમને આંચકો લાગ્યો હતો અને તેને કારણે ભારતમાં પણ બેન્કિંગ સેક્ટરમાં સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર નોંધાઇ હતી.

પરિણામે, શેર્સમાં પણ 3-13 ટકા સુધીનો ઘટાડો થયો હતો. જો કે નિષ્ણાતોના મતે દેશના બેન્કિંગ સેક્ટર પર પ્રત્યક્ષ અસર નગણ્યથી ઓછી હશે. બેન્કિંગ સેક્ટરના શેર્સની સતત વેચવાલીની અસર મ્યુચ્યુઅલ ફંડ પર પણ જોવા મળતા મ્યુચ્યુઅલ ફંડની 16 સ્કીમના શોર્ટ ટર્મ પરફોર્મન્સને અસર થઇ હતી. બેન્કિંગ સેક્ટરની 16 સ્કીમમાં રોકાણકારોને 1.6 ટકાથી લઇને 6 ટકા સુધીનું નેગેટિવ રિટર્ન મળ્યું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow