ભારતની શક્તિમાં ગત

ભારતની શક્તિમાં ગત

કેન્દ્ર સરકારે વૈશ્વિક કંપનીઓ ભારતમાં સરળતાથી રોકાણ કરી શકે એ માટે મહત્ત્વના પગલાં લીધાં છે. આ માટે 16 કેન્દ્રીય મંત્રાલયને એક જ મંચ પર લવાઈ રહ્યાં છે, જેનાથી એ સુનિશ્ચિત થશે કે વિદેશી રોકાણને દેશમાં ઝડપથી મંજૂરી મળી શકે.

તેનું કારણ એ છે કે વિદેશી રોકાણ વધારવામાં હજુ પણ સૌથી મોટી અડચણ વિવિધ વિભાગોમાંથી લેવાતી મંજૂરીઓમાં મોડું થાય તે છે. આ રીતે મોડું થવાથી દર ચારમાંથી એક યોજનાનો અનુમાનિત ખર્ચ વધી જાય છે, જે તેમના માટે ભવિષ્યમાં મોટી મુશ્કેલી સર્જે છે.

કેન્દ્રએ આગામી કેટલાંક વર્ષોમાં રૂ. 100 લાખ કરોડના મેગા પ્રોજેક્ટ ચીન પાસેથી છીનવીને ભારત લાવવાની તડામાર તૈયારી કરી છે. એપલ જેવી અનેક કંપનીઓ ચીનમાં ઉત્પાદન સંપૂર્ણ બંધ કરીને ભારત આવવા માંગે છે. તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ગતિશક્તિ યોજના તૈયાર થઈ રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવ અમૃતલાલ મીણાએ કહ્યું છે કે વૈશ્વિક કંપનીઓ ભારતમાં ઉત્પાદન માટે ઉત્સુક છે.

કેન્દ્ર સરકારે ચીનમાં ઉત્પાદન કરતી વૈશ્વિક કંપનીઓનો સંપર્ક કર્યો છે. આ કંપનીઓની બે મુખ્ય માંગ છે. પહેલી- સસ્તી મજૂરી અને બીજી- અંગ્રેજીમાં વાત કરી શકે તેવા કર્મચારી. આ બંને માંગ ભારત પૂરી પાડી શકે છે. કેન્દ્રનું માનવું છે કે ચીનનો સામનો કરવા તેની અસલી શક્તિ પર પ્રહાર કરવો જરૂરી છે. ઉત્પાદન ચીનની તાકાત છે, જે ભારતમાં પણ શક્ય છે. આમ પણ કોરોનાકાળ પછી અનેક વિદેશી કંપનીઓ ચીનમાંથી ઉત્પાદન એકમો ખસેડવા માંગે છે. ચીનમાંથી કઈ કંપનીઓ ભારત આવી શકે છે, તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર થઈ ચૂક્યો છે. તેમને ભારતમાં સ્થાન આપી શકાય છે તે પણ લગભગ નક્કી થઈ ગયું છે. અહીં આ તમામ યોજનાઓ રેલ નેટવર્ક સાથે પણ સીધી જોડી શકાય એમ છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow