ઈરાનમાં નરસંહાર કરવા સેના તૈયાર

ઈરાનમાં હિજાબના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટોળાએ એક પોલીસ ચીફની હત્યા કરી દીધી હતી. અધિકારીનું નામ કર્નલ અબ્દલ્લાહી છે. કુર્દીસ્તાનના મારિવનમાં પોલીસ તેમના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓ સામે ઓપરેશન ચલાવી રહી હતી.
મોરલ પોલીસની કસ્ટડીમાં કુર્દિશ યુવતી મહસા અમીનીના મૃત્યુ બાદથી ઈરાનમાં હિજાબ અને સરકાર સામે લોકોનો ગુસ્સો ભડક્યો છે. 16 સપ્ટેમ્બરથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં રવિવાર સુધી 133 લોકોના મોત થયા છે.
ઈરાનમાં માનવઅધિકાર માટે કામ કરી રહેલા લોકોને ડર છે કે પોલીસ ચીફની હત્યા બાદ ઈરાની સેના IRGC (ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) નરસંહાર શરૂ કરી શકે છે. માનવઅધિકાર સમૂહ હેંગાવે જણાવ્યું કે તમામ કુર્દિશ પ્રભાવિત શહેરોને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે.
નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ ગ્રૂપ અનુસાર, પ્રદર્શનમાં 133 પ્રદર્શનકારીઓની મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. મરનારની સંખ્યા આનાથી વધારે હોઈ શકે છે. જેમ મરનારની સંખ્યા વધી રહી છે, તેમ પ્રદર્શનકારીઓનો ગુસ્સો પણ વધી રહ્યો છે.