રિટેલ ગોલ્ડ જ્વેલરી માર્કેટનો 35 ટકા બજાર હિસ્સો : WGC

રિટેલ ગોલ્ડ જ્વેલરી માર્કેટનો 35 ટકા બજાર હિસ્સો : WGC

છેલ્લા 1 દાયકામાં ભારતીય રિટેલ જ્વેલરી માર્કેટમાં બદલાવ જોવા મળ્યો છે જે ગ્રાહકોની પસંદગી અને સરકારના નિયમોને લીધે જોવા મળ્યો છે. ગ્રાહકોની પ્રાથમિક્તા બદલાતા ઉદ્યોગ અને ગ્રાહકોને વધુ સારા ખરીદીના અનુભવ, પારદર્શક કિંમત, બાયબેક પોલિસી અને ઓનલાઈન તથા બિલ દ્વારા ટ્રાન્ઝેક્શનની મદદથી ખરીદીમાં વધારાએ ઉદ્યોગને સંગઠિત કરી છે.

તેને પરિણામે છેલ્લા 10-15 વર્ષમાં ચેઇન સ્ટોર્સમાં વધારો થયો છે, 2021માં તેણે બજારનો કુલ 35 ટકા હિસ્સો મેળવ્યો હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાન્સિલના એક અહેવાલમાં દર્શાવાયું છે. વધુ સારી ડિઝાઈન અને ગ્રાહકોના અનુભવમાં સુધારાની માંગ, હોલમાર્કિંગ અંગેની જાગૃતતા, વધુ સારું ભાવનું માળખું અને હરિફાઈયુક્ત રિટર્ન પોલિસીએ ચેઇન સ્ટોર્સ તરફ લોકોના જુકાવને વેગ આપ્યો છે.

ચેઇન સ્ટોર્સની સાથે રાષ્ટ્રિય ઓપરેશન્સ,માં રોજિંદા પહેરવેશ તથા જલ્દીથી બદલાઈ તેવી જ્વેલરી પર ધ્યાન કેન્દ્રિત થયું છે અને આ વસ્તુઓ તેમના બિઝનેસમાં 50-60 ટકા હિસ્સો ધરાવે છે. આ અહેવાલમાં આગામી 5 વર્ષનો અંદાજ છે, ચેઇન સ્ટોર્સએ સતત વિસ્તરી રહ્યા છે.

ઇન્ટરનેટનો વધતો જતો વ્યાપ અને સ્માર્ટફોનના વેચાણમાં ઉછાળાને પગલે, નવી પેઢીની માંગ વધતા ભારતીય ઓનલાઈન જ્વેલરી માર્કેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. મોટાભાગનું વેચાણ જે ગ્રાહકોને થયું છે, તેમની ઉંમર 18થી 45ની વચ્ચેની છે. રસપ્રદ રીતે, જ્યારે ઓનલાઈન જ્વેલરીની ખરીદી વધી છે, તો પણ સરેરાશ ટીકીટ સાઇઝ ફક્ત 5થી 10 ગ્રામની વચ્ચે જ રહી છે.છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow